સેન્સરની ખામી દૂર થયા બાદ આરટીઓમાં ગાડીઓની લાંબી લાઈનો લાગી - At This Time

સેન્સરની ખામી દૂર થયા બાદ આરટીઓમાં ગાડીઓની લાંબી લાઈનો લાગી


ગયા મહિને સેન્સરની ખામીના કારણે ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે 3 સપ્તાહથી વધુ દિવસો સુધી ટ્રેક બંધ રહેવાના કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજીતરફ વેઇટિંગ પણ વધારે લાંબુ થયું હતું. મહામુસીબતે ટ્રેક શરૂ થતાં ફોર વ્હીલર માટે ટેસ્ટ આપવા આવનાર અરજદારોની સંખ્યા પ્રતિદિન 250 જેટલી પહોંચી છે. જેના કારણે કર્મચારીઓ પર પણ કામનું ભારણ વધ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખાતે આગામી 1 મહિના સુઘી આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.