હિંમતનગર તાલુકાના કનાઈ તેમજ ઇલોલ ને જોડતા ધાવણી ગડનારામાં - At This Time

હિંમતનગર તાલુકાના કનાઈ તેમજ ઇલોલ ને જોડતા ધાવણી ગડનારામાં


હિંમતનગર તાલુકાના કનાઈ તેમજ ઇલોલ ને જોડતા ધાવણી ગડનારામાં ગઈકાલે સાંજે આવેલ વરસાદમાં એવી પરિસ્થિતિ ઉભી થઇ કે વરસાદ બન્ધ થયા પછી પણ ત્રણ કલાક સુધી પાણી ન ઓસરતા આ બન્ને ગામોને જોડતો અવરજવરનો રસ્તો બન્ધ થવા પામેલ હતો.આ બાબતે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.વધુમાં જ્યારે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને આ ગામના લોકો તેમજ તેમના બાળકો ધંધામાટે તેમજ અભ્યાસ માટે પણ જઈ શકતા નથી.જો સરકારશ્રી આ બાબતે રસ લઈને આ ગડનારાને થોડું ઊંચું કરીઆપેતો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેવી કનાઈ તેમજ ઇલોલ ગામના નગરજનોની માગણી છે

અહેવાલ ચીફ બ્યુરો સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.