યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહક એવોર્ડ માટે અરજી કરવા - At This Time

યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહક એવોર્ડ માટે અરજી કરવા


યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહક એવોર્ડ માટે અરજી કરવા બાબત

****
સાબરકાંઠા જિલ્લાના યોગ સાથે સંકળાયેલ નાગરીકો માટે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવુ જોઇએ અને યોગ બોર્ડનું યોગ કોચ / યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફિકેટ ધરાવતો હોવો જોઇએ. એવોર્ડ મેળવવા ઉંમરનો કોઇ બાંધ નથી. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે રજુ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજ નો બાયોડેટા તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, તા.હિંમતનગર જિ.સાબરકાંઠા ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.