મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્રોનો સરળતાથી નિવડો આવી જતો હોવાથી આ કાર્યક્રમ દરેક નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્રોનો સરળતાથી નિવડો આવી જતો હોવાથી આ કાર્યક્રમ દરેક નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે
સ્વાગત કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અસરકારક અને ઝડપી રીતે નાગરિકોના પ્રશ્નોનું નિવારણ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સહભાગી બનેલા ગઢડા તાલુકાના સુરકા ગામના રણછોડભાઇ ગોંવિદભાઇ વાનાણીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, રિસર્વે વખતે મારી પોતાની માલીકીની ૧૦ વીઘા જમીન ઓછી થઇ ગયેલ હતી. જેથી ફરીવાર રિસર્વે માપણીની જરૂરિયાત ઊભી થતાં મે બોટાદ જિલ્લા સદન ખાતે ડી.આઈ.એલ.કચેરી ખાતે ફેરમાપણી માટે અરજી કરેલ હતી પરંતુ તેનો નિવેડો આવતો ન હોવાથી મે માસના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં મારો પ્રશ્ન લેવા અરજી કરી હતી.
આ માટે મને મામલતદાર કચેરી ખાતે કલેકટરશ્રીની હાજરીમાં રૂબરૂ બોલાવવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રીએ મારો પ્રશ્ન સાંભળી સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલાં ડી.આઈ.એલ.આર કચેરીના કર્મચારી સાથે આ પ્રશ્ન અંગે વિગતે ચર્ચા કરી એક અઠવાડિયામાં માપણી કરી સુધારો કરી દેવા અંગે સ્થળ પર જ સુચના આપી હતી જેથી સાત દિવસમાં અમારા ખેતરની માપણી પૂર્ણ કરી દીધી હતી અને ટૂંક સમયમાં સુધારો પણ થઈ જશે. અરજદારશ્રી રણછોડભાઈ વનાણીએ વધુમાં કહ્યું કે, સ્વાગત કાર્યક્રમ થકી અનેક પ્રશ્રોનો સરળતાથી નિવડો આવી જતો હોવાથી આ કાર્યક્રમ દરેક નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. આ તકે અરજદારશ્રી રણછોડભાઇએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.