કંથકોટ શ્રી સરકારી માધ્યમિક શાળા અને શ્રી કંથકોટ પ્રાથમિક શાળા દ્વારા 74માં પ્રજાસ્તાક દિનની ઉજવણી કરવામાં આવી
ભચાઉ : આજ રોજ શ્રી સરકારી માધ્યમિક શાળા અને કંથકોટ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સરપંચ શ્રી સવજીભાઈ સંઘારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. બંન્ને શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓએ જુદી જુદી 25 કૃતિઓ રજૂ કરી હતી. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ નાટક 'લાઇફ ઓફ સોલ્જર' માં તો ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસું આવી ગયા હતા. ઉપરાંત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા "પિરામિડ" કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેણે ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે શ્રી પેથાભાઈ રતાભાઈ વોરા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમ માટે શ્રી કાનજીભાઈ લાધાભાઈ વાવિયા તરફથી સાઉન્ડની વ્યવસ્થા આપવામાં આવી હતી.
વળી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, વડીલો અને આગેવાનોને કાર્યક્રમમાં એટલી મજા આવી કે તેમણે ફૂલ નહી ફૂલની પાંખડી રૂપે શાળાઓને અંદાજે 30,000 રૂપિયા જેટલું દાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ ખાંટ અને માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કૌશિકકુમાર આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાઓના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનો અને શિક્ષકોની કામગીરી સરાહનીય રહી હતી.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.