રાજકોટ ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળામાં ૨૬માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સન્માન સમારંભ યોજાયો.
રાજકોટ શહેર તા.૨૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર નવા થોરાળા સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળામાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિધાર્થી કરણ દિનેશભાઈ વાઘેલા ઉં.૧૬ રહે.નવા થોરાળા વિનોદનગર-૧ રાજકોટ નાએ શાળાનં.૨૯ ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળામાં આજરોજ ૨૬માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગૌતમ બુદ્ધ નું પેન્ટિંગ કરી બધાને ખુશ કરી દિધેલ હોય, કરણ ને છેલ્લા પ વર્ષથી પેઇન્ટિંગ કામમાં વધુ રસ ધરાવતો હોય તેમજ ક્રિકેટ, મ્યુઝિક, સિંગિંગમાં પણ વધુ વરસ ધરાવતો હોય. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડનં.૧૫ ના વિરોધપક્ષ નેતા કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા દ્વારા કરણને શુભેચ્છા આપી સન્માનિત કરવામાં આવેલ હોય તેમજ ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો જસ્મીન સાહેબ, મોહિત ટીચર, જલપા ટીચર, ધર્મિષ્ઠા ટીચર તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
