પડધરી : પિતરાઈ ભાઈ-બહેનએ સજોડે ઝેર પીધું, યુવકનું મોત - At This Time

પડધરી : પિતરાઈ ભાઈ-બહેનએ સજોડે ઝેર પીધું, યુવકનું મોત


સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ટોલિયા ગામે રહેતા અને બે માસ પૂર્વે ઘરેથી ભાગીને રાજકોટના પડધરીમાં રહેતા પ્રેમીયુગલે સજોડે ઝેર પી લેતા યુવકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.વધુમાં તપાસમાં જાણવા મળતી વિગત અનુસાર, બંને સંબંધમાં કૌટુંબીક ભાઈ-બહેન થતાં હોવાથી લગ્ન સંભવ ન હોય શકે એવું વિચારીને બંનેએ સજોડે ઝેર પી પગલું ભર્યું હોવાનુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ચોલિયા ગામે રહેતા જયંતીભાઈ ભોજાભાઈ ખોખરીયા ઉવ.૨૨) અને નિમાબેન શમજીભાઈ ખોખરીયા (ઉવ.૧૮) બંને જ્યારે પડધરી ટોલનાકા નજીક વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં ચાલુ સારવાર દરમિયાન જયંતીભાઈ ભોજાભાઈ ખોખરિયાનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સાબરકાંઠાના પોશીના તાલુકાના ચોલીયા ગામે રહેતા જયંતિભાઈ ભોજાભાઈ ખોખરીયા અને નિમાબેન સમજીભાઈ ખોખરીયા વચ્ચે પ્રેસંબંધ હોય, પરંતુ બંને સંબંધમાં કૌટુંબીક ભાઈ બહેન થતાં હોય, જેના કારણે પરિવાર લગ્નની સંમતિ નહિ આપે એવું વિચારીને બે માસ પૂર્વે ઘરેથી ભાગીને રાજકોટના પડધરીમાં આવીને ટોલનાકાના નજીક વાડીમાં કામ કરતા અને રહેતા હતા. ગત રોજ જયંતીભાઈ ખોખરીયાએ તેના મોટા ભાઈ અને યુવતીના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, અમે અહીં રાજકોટના પડધરીમાં રહીએ છીએ, અમને બંનેને આવીને અહીંથી લઈ
જાવ.બંનેના પરિવારના સભ્યો તેઓને ઘરે લઈ જવા માટે સાબરકાંઠાથી નીકળી ગયેલ હોય, પરંતુ પ્રેમમાં પડેલા આ યુગલે પરિવારના સભ્યો તેઓને તેડી જાય એ પૂર્વે જ સજોડે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કરી લેતા બંનેનો પરિવાર પડઘરી પહોંચતા તેઓ ઉલ્ટી કરી રહ્યા હોય, જે થી બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસના રણજીતભાઈ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી ધોરણસરની તપાસ હાથધરી છે. પરિવારના સભ્યો અને પોલીસની તપાસમાં જાણવા મળતી વિગત મુજબ, બંનેના આ પગલું ભરવાનું કારણ તેઓ સંબંધમાં કોટુંબી ભાઈ-બહેન થતાં હોય જેના કારણે લગ્ન સંભવિત ન થતાં બંનેએ સજોડે ઝેર પી લેતા યુવકનું મોત નિપજ્યું છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.