સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઘટક -૧, ૨, ૩ ના પ્રીસ્કૂલ ઈન્સ્ટ્રકટર દ્વારા રજૂ થયેલ તાલની રમત અમદાવાદ ઝોન ખાતે ઝોન કક્ષાના ભૂલકા મેળાનું આયોજન
આજ તા. ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ માન. મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણની અધ્યક્ષતામાં આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી, અમદાવાદ ઝોન ખાતે ઝોન કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન કક્ષાએ તેર (૧૩) જિલ્લા/મનપામાં જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં પ્રથમ વિજેતા થયેલ શૈક્ષણિક સાધન સામગ્રી(TLM) નિદર્શન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ઘટક -૧ના ખેડબ્રહ્મા સેજાના આંગણવાડી કેન્દ્ર ખેડબ્રહ્મા-૧૪ના રાવલ છાયાબેન આંગણવાડી કાર્યકર દ્વારા થીમ એક્ટિવિટી બોક્ષ નામનું શૈક્ષણિક સાધન સામગ્રી(TLM) રજૂ કરવામાં આવેલ. જેમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે, પ્રીસ્કૂલ ઈન્સ્ટ્રકટર માટે શિક્ષણમાં સર્જનાત્મક કૃતિની સ્પર્ધા યોજવામાં આવેલ. જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઘટક -૧, ૨, ૩ ના પ્રીસ્કૂલ ઈન્સ્ટ્રકટર દ્વારા રજૂ થયેલ તાલની રમત (દૈનિક ક્રિયા) ની કૃતિ દ્વિતિય ક્રમે વિજેતા થયેલ છે તથા બાળકોની સાંસ્કૃતિક કાર્યક્રમની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ઘટક-૧ ના પોગલુ સેજાના વદરાડ-૧ અને ૫ આંગણવાડી કેન્દ્રના ૭ બાળકો દ્વારા માટી પાણી ખૂંદતા'તા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરેલ. જેમાં તૃતીય ક્રમે વિજેતા થયેલ છે.
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
