ધોળામાં શ્રી ધનાભગત જગ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો પાટોત્સવ પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્માન સાથે યોજાયેલ રક્તદાન શિબિર - At This Time

ધોળામાં શ્રી ધનાભગત જગ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો પાટોત્સવ પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્માન સાથે યોજાયેલ રક્તદાન શિબિર


ધોળામાં શ્રી ધનાભગત જગ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો પાટોત્સવ

પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્માન સાથે યોજાયેલ રક્તદાન શિબિર

ઉમરાળા ના ધોળામાં શ્રી ધનાભગત જગ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો પાટોત્સવ
પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્માન સાથે યોજાયેલ રક્તદાન શિબિર
ઐતિહાસિક શ્રી ધનાભગત જગ્યા ધોળામાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં પાટોત્સવ ઉજવાયો. લાભ પાંચમ પર્વે પ્રવેશદ્વાર લોકાર્પણ, દાતા સન્માન સાથે રક્તદાન શિબિર યોજાયેલ.
ઐતિહાસિક સ્થાન શ્રી ધનાભગત જગ્યા ધોળામાં લાભ પાંચમ પર્વે સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાતમો પાટોત્સવ ભાવ ઉત્સાહ સાથે યોજાઈ ગયો.
મહંત શ્રી બાબુરામ ભગત સાથે શ્રી ધનાબાપા સેવા સંસ્થાન પ્રમુખ શ્રી ગણેશભાઈ ખૂંટ સાથે સેવક સમુદાયના સંકલન સાથે આ ઉત્સવમાં શ્રી ભોજલરામ જગ્યા ફતેપરના શ્રી ભક્તિરામબાપુના અધ્યક્ષસ્થાને ધર્મસભા યોજાઈ હતી. અહી પાટોત્સવ પ્રસંગે શ્રી રામબાપુ, શ્રી ઝીણારામબાપુ, શ્રી ઉદયગિરિબાપુ તથા શ્રી જેરામદાસબાપુની આશિષ ઉપસ્થિતિ રહી હતી. અહીંયા શ્રી દેવાદાસબાપુ, શ્રી ઘનશ્યામભાઈબાપુ, શ્રી કનુબાપુ, શ્રી ભરતબાપુ સહિત સંતો મહંતો જોડાયા હતા. અહી પ્રારંભે શ્રી હિંમતભાઈ ભિંગરાડિયાએ સ્વાગત ઉદ્બોધન કરેલ.
શ્રી કાળુભાઈ ખૂંટ પરિવાર દ્વારા નિર્મિત પ્રવેશ દ્વાર લોકાર્પણ સંતો અને દાતાઓના હસ્તે થયું. અહીંયા સ્વર્ગસ્થ રતિલાલ કથીરિયાના સ્મરણાર્થે ઉમંગ સાથે ધ્વજારોહણ શોભાયાત્રા યોજાઈ હતી. દાતાઓનું પરિવારનું અહી સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પાટોત્સવ પ્રસંગ સાથે શ્રી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબીના લાભાર્થે રક્તદાન શિબિર યોજાઈ હતી.
શ્રી ધનાભગત જગ્યામાં થતાં વિવિધ નિર્માણકાર્યો માટે દાતાઓ દ્વારા દાન જાહેર થયા હતા. આભારવિધિ શ્રી કમલેશભાઈ ભિંગરાડિયા એ કરી હતી. સંચાલનમાં શ્રી દિનેશભાઈ દિહોરા રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.