હળવદ તાલુકામાં ટીકર ગામેથી અનેરા ઉત્સાહ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ
સમગ્ર ભારતની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે હળવદ તાલુકાના ટીકર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલ સિંધવે જણાવ્યું હતું કે, ભારત આઝાદ થયા બાદ કેવી રીતે હાલ આપણો દેશ ઝીરો થી હીરો સુધી પહોંચ્યો છે તે સફરની સાક્ષી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની રહી છે. વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે આપણી ભૂમિકા શું છે તે વિચારને આ રથ દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ સંદેશ તેમજ વિકસિત ભારતના સંકલ્પને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શન નિહાળ્યું હતું.
ટીકર ગામની શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ સંવર્ધન અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની આ યાત્રામાં સહભાગી બનવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે તેમજ ઓડીએફ પ્લસ મોડેલ ગામ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પોષણ અભિયાન વગેરે યોજનાના લાભાર્થીઓએ આ યોજનાઓ અન્વયે તેમને મળેલા લાભ અંગેના અનુભવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે હળવદ મામલતદારશ્રી પરમાર, હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રી મેહુલ સિંધવ, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, ખેતી અધિકારીશ્રી હસમુખ ઝીંઝુવાડીયા, તાલુકા પંચાયત સભ્યશ્રી ધર્મેન્દ્રભાઈ ઓરવાડીયા, સીડીપીઓશ્રી મમતાબેન શાળાના શિક્ષકશ્રીઓ અને સ્ટાફ તેમજ ટીકરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.