દિવાળીના તહેવારને પગલે લુણાવાડા નગરમાં લોકો ઉત્સાહભેર ખરીદી કરતા જોવા મળ્યા.
દિવાળીના તહેવારને પગલે લુણાવાડા નગરમાં લોકો ઉત્સાહભેર ખરીદી કરતા જોવા મળ્યા. બજારોમાં દિવાળી (Diwali)ના તહેવારને લઈને ભારે ભીડ જોવા મળી રહી છે.જીલ્લાના દરેક બજારોમાં ગ્રાહકો ખરીદી કરવા માટે પડ્યા છે. બજારોમાં પગ મુકવાની જગ્યા નથી એટલી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે.ગ્રાહકોના જણાવ્યા મુજબ ખરીદીમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને અતિશય ગરમાગરમી અને ભીડનો માહોલ છે. આ વર્ષે કોરોનાની કોઈ રોકટોક અને ભીડ ન હોવાથી ગ્રાહકો મોકળા મને ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. આ ભીડને જોતા કોરોનાના બે વર્ષ દરમિયાન જાણે કોઈએ કંઈ ખરીદી ન કરી હોય એ પ્રકારે ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. જો કે આ વખતે દરેક વસ્તુમાં થોડાઘણા ભાવ પણ વધ્યા છે. છતા ખરીદીમાં કોઈ ઓટ જોવા મળી નથી. મોંઘવારી હોવા છતા લોકો છૂટથી ખરીદી કરતા જોવા મળ્યા છે.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.