પાદરા બી.આર.સી દ્વારા વિધાથીર્ઓને શૈક્ષણિક પ્રવાસ
રિપોર્ટ -નિમેષ સોની
પાદરા બી.આર.સી દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત અંતર્ગત પાદરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ અર્થે વડોદરા લોક વિજ્ઞાન કેન્દ્ર, અક્ષય પાત્ર ફાઉન્ડેશન તેમજ કમાટી બાગમાં મ્યુઝિયમ તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં બાળકોએ વિજ્ઞાન જગતની સેર કરી, વડોદરા નાં ભવ્ય સાંસ્કૃતિક વારસાને માણ્યો તથા સામાજિક મૂલ્યોનું ઘડતર કર્યું. શૈક્ષણિક પ્રવાસથી બાળકોનો સર્વાંગી વિકાસ થતો હોય છે.જેને ધ્યાને લઈને પાદરા બી.આર.સી દ્વારા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શૈક્ષણિક પ્રવાસમાં 77 જેટલા બાળકોની સાથે પાદરા તાલુકાની શાળાઓના પ્રતિક્ષાબેન પટેલ,ગોપાલસિહ વાધેલા, હિરલબેન પટેલ, સરસ્વતીબેન જોષી, તેમજ
સી.આર.સી કો- ઓર્ડીનેટર
ધ્રુવીશાબેન આલોક કારાણી, પરમાર ધીરજભાઈ ડાહ્યાભાઈ,
બી.આર.સી કો-ઓર્ડીનેટર પંચાલ વૈશાલીબેન સહિતના શિક્ષકો ભારે ઉત્સાહભેર જોડાયા હતા.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.