રાજકોટના ઉદ્યોગકારો સાથે NSDC ના પ્રતિનિધિઓની બેઠક મળી. - At This Time

રાજકોટના ઉદ્યોગકારો સાથે NSDC ના પ્રતિનિધિઓની બેઠક મળી.


રાજકોટ શહેર તા.૨૯/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના ઉદ્યોગો દ્વારા દેશના સકલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં આપવા યોગદાનનો ઉલ્લેમ કરતાં કહ્યું હતું કે, જીલ્લાના ઉદ્યોગો ૪ થી પ લાખ લોકોને રોજગારી આપે છે. સમગ્ર દેશમાં રાજકોટને નેશનલ સ્કીલ એવોર્ડ મળ્યો છે. જે ઉદ્યોગોને આભારી છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે બધા ઉદ્યોગ એસોસિએશનને એક મંચ પર લાવીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા સાથે જોડવામાં આવશે રાજકોટ જીલ્લામાં આગામી સમયમાં ઉદ્યોગો માટે ક્વેન્શન સેન્ટર, સ્કીલ અપગ્રેડેશન સેન્ટર પણ બનશે. આ બેઠકમાં અધિક કલેકટર એસ.જે.ખાચર, NSDC ના પ્રતિનિધિ ઉદય શ્રોફ, રાકેશ કુમાર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી તથા અન્ય અધિકારીઓ, જીલ્લા ઉદ્યોગ સલામતી અને સ્વાસ્થય ખાતાના અધિકારીઓની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ GIDC ના ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.