અરવલ્લી જિલ્લાની તાબાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 22/6 ના રોજ કરવામાં આવેલ છે. - At This Time

અરવલ્લી જિલ્લાની તાબાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 22/6 ના રોજ કરવામાં આવેલ છે.


જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી@મોડાસા.

નામદાર નાલ્સાના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી@મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને અરવલ્લી જિલ્લાની તાબાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
સદર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ એક્ટ મુજબના કેસો, ફક્ત નાણાંની વસુલાતનાં કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેક્ટ્રીસીટી તથા વોટરબીલને લગતા કેસો (સિવાય બિન સમાધાન પાત્ર કેસો), લગ્ન વિષયક (સિવાય છુટાછેડાનાં) કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃત્તિનાં લાભોને લગતા કેસો, મહેસુલને લગતા કેસો, અન્ય સિવીલ કેસો જેવાં કે, (ભાડાં, સુખાધિકારના અધિકાર, મનાઇ હુકમ, વિશિષ્ટ પાલનનાં દાવા વિગેરે કેસો) મુકવામાં આવનાર છે. આ પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાનો કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા માટે પક્ષકારો તેમજ વિ.વકીલશ્રીઓ તેમનો કેસ જે વિસ્તારની કોર્ટોમાં આવતો હોય, ત્યાંની કાનૂની સેવા સંસ્થાઓ નીચે મુજબના નંબરો પર અથવા તો રૂબરૂ કોર્ટમાં સંપર્ક કરી શકે છે.
૧. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી@મોડાસા, સંપર્ક નં. ૦૨૭૭૪-૨૫૦૦૯૭
૨. તાલુકા કાનૂની સેવા સમિતી, મોડાસા, સંપર્ક નં. ૦૨૭૭૪-૨૫૦૦૮૬
૩. તાલુકા કાનૂની સેવા સમિતી, ભિલોડા, સંપર્ક નં. ૦૨૭૭૧-૨૩૪૧૦૨
૪. તાલુકા કાનૂની સેવા સમિતી, બાયડ, સંપર્ક નં. ૦૨૭૭૯-૨૨૦૨૫૩
૫. તાલુકા કાનૂની સેવા સમિતી, મેઘરજ, સંપર્ક નં. ૦૨૭૭૩-૨૪૪૨૦૧
૬. તાલુકા કાનૂની સેવા સમિતી, માલપુર, સંપર્ક નં. ૦૨૭૭૩-૨૨૩૨૬૧
૭. તાલુકા કાનૂની સેવા સમિતી, ધનસુરા, સંપર્ક નં. ૦૨૭૭૪-૨૨૪૧૨૫.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.