બોટાદ તાલુકામાં રોજગારઇચ્છુક પુરૂષો માટે રોજગારીની સોનેરી તક
ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી– લાઠીદડ ખાતેના એકમ માટે ભરતી પ્રક્રિયા
હેલ્પરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા, ધોરણ-૮ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારઈચ્છુકો અરજી કરી શકશે
બોટાદ તાલુકાના ફક્ત પુરૂષ રોજગારઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી– લાઠીદડ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત હેલ્પરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૮ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારઈચ્છુકો અરજી કરી શકે છે.
અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગારઇચ્છુકોએ, સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી, લાઠીદડ ખાતે તા.૨૨/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.