મેદરડા પંથક ના ખેડુતો ની આપવીતી ચાર મહિના પિયત આપી ઘઉં તૈયાર કર્યા પણ ભાવ મળતા નથી
મેદરડા પંથક ના ખેડુતો ની આપવીતી ચાર મહિના પિયત આપી ઘઉં તૈયાર કર્યા પણ ભાવ મળતા નથી
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહીત ખેડૂતોની રવી સિઝનમા ધાણા ઘઉં, ચણા સહિતના પાકો તૈયાર થઈ ગયા છે એક તો ખરાબ વાતાવરણને લીધે ઉત્પાદન પણ ઓછું થયુ છે અને અધૂરામા પુરૂ એકાદ મહિના પહેલા ઘઉના ભાવ ૨૦ કીલોના ૫૦૦ થી ૬૦૦ હતા પણ જેવો ખેડૂતોનો પાક તૈયાર થયો કે ઘઉંના ભાવ સાવ તળીયે બેસી જતા અત્યારે ૨૦ કીલોના ૪૦૦ થી ૪૬૦ થઈ જતા ખેડૂતોને પડયા ઉપર પાટૂ એવી હાલત થઈ છે આવી કડકડતી ઠંડીમાં ખેડૂતોએ ચાર મહિના પિયત આપી અને મહામહેનતે ઘંઉ તૈયાર કર્યા હોય અને આવી હાલત થાય છે ત્યારે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે અને ખેડૂતો સતત નુકસાની વેઠી અને પાયમાલ થઈ રહયા છે અને સતત દેવા નીચે દબાઈ રહ્યા છે અને ખેતી છોડવા મજબુર થઈ રહયા છે જો આવુ ને આવું રહેશે તો કોઈ ખેડૂતો પોત પોતાના પરીવાર પુરતું અનાજ પકવવા મજબૂર થઈ જશે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.