બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા આવનારું ગુજરાત સરકારનું વર્ષ-2024 /2025ના
બજેટમાં બોટાદ જીલ્લા /ભાવનગર જિલ્લા તેમજ ગુજરાત રાજ્યના આપના કોઈપણ વિસ્તારના જે વિકાસના કાર્યો થવાના બાકી હોય અથવા આપના કોઇપણ વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યોના સૂચનો કરવા હોય તો બોટાદના જાગૃત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા આપના વિસ્તારમાં બાકી રહેલ વિકાસકાર્યોને બજેટમાં સમાવેશ કરવાના સૂચનો કરવામાં આવશે બોટાદ ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે આપના વિસ્તારમાં કોઈપણ બાકી રહેલ વિકાસ કાર્યો માટે 9898989693/ 8799677046/8160150023 નંબર ઉપર વોટ્સેપ અથવા mlabotad@gujarat.gov.in ઉપર મેઈલ કરી આપના સૂચનો આપી શકો છો અથવા તો બોટાદ ધારાસભ્યશ્રીની ઓફીસ, idbi બેન્ક, પાળીયાદ રોડ, બોટાદ ખાતે અથવા ગાંધીનગરની વિધાનસભા ઓફીસ ખાતે 5 દિવસમાં લેખિત અથવા વોટ્સેપ અને મેઈલ દ્વારા આપના વિસ્તારમાં બાકી રહેલ વિકાસકાર્યો અને આપના વિસ્તારના કોઈપણ પ્રશ્નોના સૂચનો આપી શકો છો, ગુજરાત રાજ્યમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એકમાત્ર એવા ધારાસભ્ય છે જેઓ જનતા પાસેથી સૂચનો મંગાવી જનતા ના પ્રશ્નો અને તેઓના વિસ્તારમાં વિકાસ કાર્યોને બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરશે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.