મહીસાગર : જીલ્લા માં સિનિયર સીટીજન ને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવશે - At This Time

મહીસાગર : જીલ્લા માં સિનિયર સીટીજન ને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવશે


બાકોર ગામે વૃદ્ધા પર બળાત્કાર બાદ પોલિસ એલર્ટ

જીલ્લા માં એકલ વાયુ જીવન જીવતા વૃધ્ધો અને મહિલા ને સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવશે

જીલ્લા પોલીસ વડા દ્વારા સી ટિમ ની રચના કરવામાં આવી

જીલ્લા માં એકલા રહેલા વૃદ્ધ અને મહિલા દ્વારા નજીક ના પોલિસ મથક માં પોતાની વિગત આપવાની રહેશે

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવી

મહીસાગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે મહીસાગર પોલીસ અધિક્ષકશ્રીનાઓ દ્વારા મહીસાગર જિલ્લાના એકલવાયુ જીવન જીવતા તમામ મહીલા તેમજ વૃધ્ધોની મદદ માટે તેમજ તેમની સુરક્ષાને ધ્યાને લઇ તથા તેઓના સરકારી કામમાં મદદરૂપ થવા માટે મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં સી-ટીમની રચના કરવામાં આવેલ છે. જેથી આપના આજુબાજુમાં રહેતા એકલવાયુ જીવન જીવતા મહિલા તથા વૃધ્ધોને આ બાબતે જાણ કરવી તેમજ આપના સ્થાનીક પોલીસ સ્ટેશનમાં જઇ તેઓના નામ અને સરનામા તથા મોબાઇલ નંબરની વિગત આપવી. જેથી કરી જિલ્લામાં આવા એકલવાયુ જીવન જીવતા મહિલા તથા વૃધ્ધોને પોલીસ યોગ્ય રીતે સુરક્ષા પુરી પાડી શકે તેમજ સરકારી કામ સહેલાઇથી થઇ શકે તે માટે મદદરૂપ થાઇ તથા તેઓ સાથે અન્ય કોઇ બનાવ ન બને તે માટે પોલીસ આગોતરુ આયોજન કરી શકે જેથી કરી મહીસાગર જિલ્લાની જાહેર જનતાને નૂમ વિનંતી છે કે આવા એકલવાયુ જીવન જીવતા મહિલા/વૃધ્ધોની માહિતી આપના સ્થાનીક પોલીસ સ્ટેશનને આપવા જાહેર જનતાને નૂમ અપીલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.