વ્યાજખોરોના ત્રાસમાથી જાહેર જનતાને મુકત કરાવવા માટે પાળીયાદ પોલીસ સ્ટેશન દ્રારા આયોજીત જાહેર લોક સંવાદ ( લોક દરબાર ) નુ આયોજન કરવામા આવેલ - At This Time

વ્યાજખોરોના ત્રાસમાથી જાહેર જનતાને મુકત કરાવવા માટે પાળીયાદ પોલીસ સ્ટેશન દ્રારા આયોજીત જાહેર લોક સંવાદ ( લોક દરબાર ) નુ આયોજન કરવામા આવેલ


વ્યાજખોરોના ત્રાસમાથી જાહેર જનતાને મુકત કરાવવા માટે પાળીયાદ પોલીસ સ્ટેશન દ્રારા આયોજીત જાહેર લોક સંવાદ ( લોક દરબાર ) નુ આયોજન કરવામા આવેલ

પોલીસ અધિક્ષક .કે.એફ.બળોલીયા સાહેબ બોટાદ તથા વિભાગીય પોલીસ અધિકારી એમ.એન.રાવલ સાહેબનાઓ દ્રારા કરવામાં આવેલ સુચના મુજબ વ્યાજખોરોના ત્રાસમાથી જાહેર જનતાને મુકત કરાવવા માટે પાળીયાદ પોલીસ સ્ટેશન દ્રારા આયોજીત પાળીયાદ પી..એસ.આઇ. વાય.એ.ઝાલા સાહેબની અધ્યક્ષતા હેઠળ પાળીયાદ ગ્રામ પંચાયત ખાતે જાહેર લોક સંવાદ ( લોક દરબાર ) નુ આયોજન કરવામા આવેલ આ લોક દરબારમા સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગાલમાથી મુકિત અપાવવા તેમજ નાણાં ધીરધાર કાયદા ઓથી માહિતગાર કરવામા આવેલ , લોક જાગૃતિ માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે જરૂરી સંવાદથી પ્રશ્નો / રજુઆત સાંભળવામા આવેલ આ લોક દરબારમા વ્યાજખોરીની બદ્દી સદંતર નાબુદ કરવા તેમજ આવા ગંભીર બનાવોને બનતા અટકાવવા માટે તેમજ વ્યાજખોરીથી પીડાતી પ્રજાના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ કરવા સાથોસાથ સામાન્ય પ્રજાને આવી વ્યાજખોરીની ચુંગાલમા ના ફસાય તે સારૂ વિસ્તૃત રીતે માર્ગદર્શન પુરુ પાડવામા આવેલ અને વ્યાજખોરો તથા પઠાણી વસુલાત કરતા માણસો વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામા આવશે તેમ પોલીસ દ્રારા સુચના આપવામા આવી અને બેંક ઓફ બરોડા પાળીયાદ તથા ડીસટ્રીકટ કો ઓપરેટીવ બેંકના મેનેજર હાજર રહી બેંક સરળ લોન અંગેની જાણકારી આપવામા આવેલ આ લોક દરબારમા પાળીયાદ પોલીસ સ્ટાફ તથા ગ્રામ પંચાયત સરપંચ તથા સભ્યો તથા ગામના આગેવાનો તથા ગામ નાગરીકો ઉપસ્થિત રહેલ . આમ ગેર કાયદેસર રીતે વ્યાજખોરોના ત્રાસમાથી જાહેર જનતાને મુકત કરાવવા માટે જાહેર જનતા જાગૃત થાય તે રીતે સમજ કરવામા આવેલ આ લોક દરબારમા હાજર રહેલા આગેવાનો તરફથી વ્યાજખોરોના ત્રાસ બાબતે કોઇ પ્રશ્નો કે રજુઆત આવેલ ન હતી .

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.