માળીયા હાટીના ખાતે આશા સંમેલન યોજાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fgmms1mxgtcxxzmy/" left="-10"]

માળીયા હાટીના ખાતે આશા સંમેલન યોજાયું


બહેનો દ્વારા બેટી બચાવ વિશે તેમજ વેશ ભૂષા સાથે નાટક રૂપી આરોગ્ય વિશે વિસ્તૃત રીતે માહિત ગાર આશા વર્કરોને કર્યા

માળિયા હાટીના તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા વાર્ષિક "આશા સંમેલન " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં છેવાડા ના વિસ્તાર અને લોકો સુધી આરોગ્યની સેવા પહોચાડતા આશા બહેનો એ વર્ષ દરમ્યાન અલગ અલગ વિભાગો માં કરેલ સારી કામગીરી માટે ત્રણ આશા બહેનો અને એક આશા ફેસેલીટર નું સન્માન કરવામાં આવ્યું તેમજ માળિયા હાટીના તાલુકાના ફિમેલ હેલ્થ વર્કર બહેનો નું પણ સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. આ તકે જિલ્લા માંથી આરોગ્ય વિભાગના ટીબી અધિકારી ડો. ચંદ્રેશ વ્યાસ ,મેંદારડા તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર પૂજાબેન પ્રિયદર્શીની, હાજર રહેલ જેમનું માળીયા હાટીના તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.આભા મલ્હોત્રા, માળીયા હાટીના તાલુકાના તમામ મેડિકલ ઓફિસર,તમામ rbks ના મેડિકલ ઓફિસરે સ્વાગત સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આશા બહેન ઉપસ્થિત હાજર રહ્યા હતા આ આશા સંમેલન ને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેષ કછોટ, સંદીપભાઈ વાજા અને ટીમે મહેનત કરી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]