વિકાસ કામ ના સ્થળે પર્યાવરણ ની જાળવણી અંગે જાહેર બોર્ડ મૂકી પ્રસિદ્ધિ કરવી માહિતી જાણવાનો જનતા ને હક્ક છે - At This Time

વિકાસ કામ ના સ્થળે પર્યાવરણ ની જાળવણી અંગે જાહેર બોર્ડ મૂકી પ્રસિદ્ધિ કરવી માહિતી જાણવાનો જનતા ને હક્ક છે


વિકાસ કામ ના સ્થળે પર્યાવરણ ની જાળવણી અંગે જાહેર બોર્ડ મૂકી પ્રસિદ્ધિ કરવી માહિતી જાણવાનો જનતા ને હક્ક છે

વડી અદાલત ચુકાદા અનુસંધાને માહિતી અધિકાર વિકાસ પ્રક્રિયા અંગે પર્યાવરણનું જતન કરવા અંગે પૂર્વ સાંસદ ઠુંમરે રાજ્ય ના મુખ્ય સચિવ ને પત્ર પાઠવ્યો

અમરેલી રાજ્ય ના મુખ્ય સચિવ ને વડી અદાલત ચુકાદા અનુસંધાને માહિતી અધિકાર વિકાસ પ્રક્રિયા અંગે પર્યાવરણનું જતન કરવા અંગે પૂર્વ સાંસદ ઠુંમરે પત્ર પાઠવ્યો હવામાં વધતા જતાં પ્રદુષણ અને તેના કારણે દિન પ્રતિદિન રોગપ્રતિકારક શક્તિ ક્ષમતામાં માનવજીવન અને પર્યાવરણને ભારેમોટું નુકશાન થતું જાય છે. વિકાસ ખુબજ જરૂરી છે પરંતુ પર્યાવરણનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે બંને વચ્ચે ભારે મોટો વિરોધાભાષ ઉભો થતો જાય છે. એક ના ભોગે જ બીજું શકય છે પરંતુ વિકાસની યોજનાથી પર્યાવરણને કેટલું નુકશાન પહોંચે છે
અને તેનાં વિકલ્પ કયાં પગલા લેવાયાં છે કે લેવામાં આવી રહ્યાં છે તેની માહિતી જાણવાનો હિન્દુસ્તાનના
નાગરિક તરીકે તમામને અધિકાર છે અને આવી જરૂરી માહિતી હોય તો માહિતીપ્રદ પસંદગી કરવાનાં વિકલ્પ
મળતા હોય છે તેવી મારી એક ધારણા છે.
તાજેતરમાં દિલ્હીની વડી અદાલતે ચુકાદો આપી રસપ્રદ વાત કરી છે અને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર સંસ્થાનાં વિકાસ માટે બાંધકામની કોઇપણ યોજનાં ચાલતી હોય તે સ્થળે જ પર્યાવરણને નુકશાન થાય અને તે વિકલ્પને ખાળવા માટેની વ્યવસ્થા વિશે મહત્વની વિગતો એક જાહેર બોર્ડ ઉપર લખીને જાહેર કરવામાં આવે. વડી અદાલતે આ બાબત ટોકતા જણાવ્યું છે જેમ કે, કેટલા વૃક્ષો નાશ થશે અને કેટલા વૃક્ષો વાવવામાં આવશે? તેની વિગતો બોર્ડ પર જાહેર કરવી પડશે, વડી અદાલતે ચુકાદામાં એમ પણ કહ્યું છે કે, આ બાબતે કેન્દ્રનાં સંયુકત સચિવ કક્ષાની વ્યક્તિની નિમણૂંક કરીને ચુકાદાનું પાલન થાય છે કેમ તેની પણ કાળજી રાખે. વડી અદાલતનો આ હુકમ આવકાર્ય છે કેમ કે આવી માહિતી મેળવવા પર્યાવરણ સાથે જોડાયેલા વ્યક્તિઓને માહિતી અધિકાર કાયદા નીચે હવે આવી અરજી નહી કરવી પડે તેમ હું માનું છું. માહિતી અધિકાર ધારાની કલમ-૪(૧) સ્પષ્ટ છે. સરકારે આવી અનેક બાબતોની માહિતી જાહેર કરવાની હોય છે પરંતુ કોઇના કોઇ બહાના નીચે આવી માહિતી જાહેર કરવામાં આખમીચામણી થતી હોવાનો અનુભવ સર્વત્ર થઈ રહ્યો છે તેવા સમયે વડી અદાલતનો આ ચુકાદો ખુબજ અગત્યનો બને છે.
મારે હવે પ્રશ્ન એ થાય છે કે, માત્ર કેન્દ્ર સરકાર જ શા માટે, ગુજરાત રાજયનાં સિધ્ધી જ નૈતિક ફરજ તરીકે રાજયનાં મુખ્ય સચિવ તરીકે આપની ફરજ બને છે ત્યારે રાજય સરકારની સંસ્થાઓ તેમજ સ્થાનિક સંસ્થાઓ આ પ્રકારની માહિતી વિકાસનાં ચાલતા કામોના સ્થળ ઉપર જાહેર કરે તે ઇચ્છનીય અને જરૂરી છે. ૨૦૧૧ માં તત્કાલીન પુર્વ સાંસદ તરીકે કર્યો સ ની સરકારના કેન્દ્રીય માહિતી પંચે આજ પ્રકારનો હુકમ કર્યો હતો તેનો અમલ થયેલ નથી. જાહેરજીવનની વ્યક્તિ અને સાંસદ તરીકે દુ:ખ અનુભવી રહ્યો છું. હવે વડી અદાલતના ચુકાદો અમલ થશે તેવી આશા રાખી રહ્યો છું અને આ પત્રથી રજુઆત કરી રહ્યો છું. માહિતી આસાનીથી મળે અને અને તદ્દન પર્યાવરણનાં ભોગે વિકાસ થતો હોય તેની હિન્દુસ્તાનના નાગરિકોને ખબર પડે અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તેનો પણ ખ્યાલ આવે. ભારતનાં નાગરિકોને પર્યાવરણલક્ષી જ્ઞાન મળે તેવા હેતુંથી આ હુકમનો કડક અને ચુસ્તરીતે પાલન થાય તે આવશ્યક છે અને તેનો મચમોટી ખાનગી કંપનીઓ પણ આવું બોર્ડ મુકીને પોતાની ફરજ નિભાવે અને તે માટે પરીપત્ર કરીને રાજયનાં એક મુખ્ય અધિકારી તરીકે તમામ સંસ્થાઓ, કોમર્શીયલ અને વિકાસની આવતી પ્રક્રિયામાં ખાનગી કંપનીઓ હોય તો પણ તેને ફરજ પાડવામાં આવે તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું. તંત્ર દ્વારા વડી અદાલતે ચુકાદો આપ્યો છે તે ચુકાદાનો અભ્યાસ કરીને તાકીદે અમલ કરવા મારી રજુઆત સહ વિનંતી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.