છોટાઉદેપુર તાલુકા મલાજા ગામે શાળા પ્રવેશોત્સવ અંગે ની 2023 ની 800 જેટલી સાયકલોને ધૂળ લાગી , હાલ ચાલતા ૨૦૨૪ નો પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો - At This Time

છોટાઉદેપુર તાલુકા મલાજા ગામે શાળા પ્રવેશોત્સવ અંગે ની 2023 ની 800 જેટલી સાયકલોને ધૂળ લાગી , હાલ ચાલતા ૨૦૨૪ નો પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ ગયો


છોટાઉદેપુર

છોટાઉદેપુર તાલુકા મલાજા ગામે શાળા પ્રવેશોત્સવ અંગે ની 2023 ની 800 જેટલી સાયકલોને ધૂળ લાગી , હાલ ચાલતા ૨૦૨૪ નો પ્રવેશોત્સવ પણ પતી ગયો

સાયકલો બાબતે કોઈ મોટું કૌભાંડ થયુ હોય તેમ નરી આંખે જોવાઇ રહ્યું છે, આ સાયકલો વિદ્યાર્થીઓ ને આપવામાં કેમ ન આવી? તે એક યક્ષ પ્રશ્ન

છોટાઉદેપુર તાલુકાના માલાજા ગામે નવું એક કૌભાંડ થયું હોય જે બાબતે ની ગંધ સર્વત્ર વાતાવરણમાં ફેલાઇ છે છોટા ઉદેપુર તાલુકાના મલાજા ગામે ખુલ્લા મેદાનમાં 800 જેટલી સરકારી સાયકલો છેલ્લા છ માસથી જોવા મળી રહી છે જે સાયકલો ને ધૂળ અને જાળા જામી ગયા છે તેમજ ઉપર ઘાસ પણ ઉગી નીકળ્યું છે. સાયકલો ઉપર લાગેલા લેબલો શાળા પ્રવેશોત્સવ 2023 ના જણાઈ રહ્યા છે. 2023 નાં શાળા પ્રવેશોત્સવ માં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને આ સાયકલો વિતરણ કરવાની હતી ત્યારે હાલ 2024 ની શાળનું પ્રવેશોત્સવ ઉજવાય ગયો છે પરંતુ હજુ સુધી આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી તો કોઈ બહુ મોટું કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ જણાય રહી છે 800 જેટલી સાયકલો નું કામ પૂર્ણ થઈ ગયું હોય અને અવાવરૂ એકાંત જગ્યામાં પડી રહી છે. અને વિદ્યાર્થી ઓને આપવામાં આવી નથી. શું તંત્રને આ બાબત ની જાણકારી નથી કે કેમ ? એવા અનેક પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખ નિય છે કે છોટાઉદેપુર તાલુકા થી નજીક આવેલ મલાજા અને એકલબારા ગામની વચ્ચે ખુલ્લા મેદાનમાં સરકારી યોજના ની 800 જેટલી સાયકલો છ માસ અગાઉ મળી આવી હતી અને આજે પણ આ સાયકલો એજ અવસ્થામાં છે પરતું જાણવા મળ્યા મુજબ આજ દિન સુધી કોઈ સુપર વાઇસર જગ્યાની તપાસ કરવા કે જોવા આવ્યા નથી તેમ ગામલોકો જણાવી રહ્યા છે. આટલી મોટી સાયકલો નો જથ્થો મળી આવવો અને 2023 નાં પ્રવેશોત્સવ માં વિતરણ કરવાની હોય જે વિતરણ કરવામાં આવી નથી. જેથી ઘણી બધી શંકા કુશંકા ઓ એ પ્રજામાં સ્થાન લીધું છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી લોલામ લોલ અને પોલમપોલ બાબતે નવા નવા ફતવા જોવા મળી રહ્યા છે.
છોટાઉદેપુર ખાતે શાળા પ્રવેશોત્સવ 2024 માં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી દરમિયાન બાળકોને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ પણ આપવામાં આવી હતી પરંતુ તંત્રના ધ્યાન ઉપર આ વાત આવતી નથી કે 2023 નો પ્રવેશોત્સવ તો ઠીક પરંતુ 2024 નો પ્રવેશોત્સવ પણ પતી ગયો છે તો 2023 ના પ્રવેશોત્સવ ની સાયકલ અત્યાર સુધી આ જગ્યા પર શું કરી રહી છે શું આ વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી કે કેમ ? સદર જગ્યા ઉપર માત્ર સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે
છોટા ઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ જગ્યાએ પોલંપોલ ચાલતી હોય તેવા ઘણા બધા મુદ્દાઓ જાણવા મળી રહ્યા છે. તથા ગુલ્લે બાજ શિક્ષકો નું કૌભાંડ પણ જિલ્લામાં મોટા પાયે બહાર આવ્યું હતું અને શિક્ષણ જગત ના વહીવટ ઉપર બદનામીના છાંટા ઉડ્યા હતા. આ બાબત નો મુદ્દો હાલ સમી ગયો છે. અને મામલો થાળે પડી ગયો છે પરતું વિદ્યાર્થીઓ ને આપવામાં આવતા લાભ કેમ અટકાવી દીધા છે અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આપવામાં આવનારી 800 જેટલી સાયકલ કેમ ધૂળ ખાઈ રહી છે? તેની વરિષ્ઠ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠી છે.

છોટાઉદેપુર તાલુકા મલાજા ગામે શાળા પ્રવેશોત્સવ અંગે ની 2023 ની 800 જેટલી સાયકલોને ધૂળ લાગી , હાલ ચાલતા ૨૦૨૪ નો પ્રવેશોત્સવ પણ પૂર્ણ થઈ જવા છતાં આદીવાસી વિદ્યાર્થીઓ સાયકલ થી વંચિત
અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image