જંગવડ ગામના સરપંચ સતત ગેરહાજર રહેતા જસદણ તાલુકા અધિકારીને લેખિતમાં અરજી
જંગવડ ગામના સરપંચ સતત ગેરહાજર રહેતા જસદણ તાલુકા અધિકારીને લેખિતમાં અરજી
અરજદાર બોહરિયા કરણભાઈ ઘુઘાભાઈ મોજે જસદણ તાલુકાના જંગવડ ગામના એ જસદણ તાલુકા વિકાસ અધિકારીને આજ રોજ તાલુકા પંચાયત ખાતે અરજી આપવામાં આવી હતી જે અરજીમાં જણાવ્યું હતું કે અમારા ગામના સરપંચ હર્ષાબેન ધર્મેશભાઈ કાપડીયા અવાર નવાર ગેરહાજર રહેશે.અમો પુશપરછ કરતા અમોને જણાવવામાં આવેછે કે તેઓ રજા પર છે.પરંતુ અવાર નવાર તેઓ શેની રજા પર રહેશે જેની જાણ કરવામાં આવતી નથી. અને ચુંટણી પુરી થયા પછી દેખાયા જ નથી.જેથી ગામ લોકાને ઘણી તકલીફો પડે છે જેવી કે, પીવાના પાણી ના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, રસ્તાના પ્રશ્નો, ભુર્ગભ ગટરના ઢાંકણાઓ ખુલ્લાઓ હોય છે. જેથી ઘણી દુરઘટનાઓ સર્જાય છે. અને આ પંચાયત મા કોઈ બિજા લોકો પંચાયતની ખરચીઓ પર બેચીને પોતાની મનમાની ચલાવે છે. ગયા અઠવાડિયે ગ્રામસભા થયેલ જેની જાણ કરવામાં આવેલ નથી.અને બંધ બારણે સભાનુ આયોજન કરવામાં આવે છે બોહરીયા કરણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સરપંચને ને સરપંચ તરીકેની ફરજ ન બજાવવી હોય તો તેઓ રાજીનામું આપે અથવા તો પંચાયતમાં હાજર રહીને લોકોના પ્રશ્નો ને વાચા આપે.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.