મોડી રાત્રે પોલો ગ્રાઉન્ડ ફટાકડા બજારમાં સ્પાર્ક.
શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે ભરાયેલા ફટાકડા બજારમાં ગુરુવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં 1 નંબરની દુકાનની પાછળ આવેલ એકતા ક્રેકર્સ પાસેના ટ્યુબલાઇટના વાયરમાં શોર્ટ સર્કિટ થતા દોડધામ થઇ હતી . બનાવવાની જાણ થતા સ્થળ ઉપર જ હાજર ફાયર બ્રિગેડના લાશકરોએ શોર્ટ સર્કિટને ઓલવી તેના ઉપર ફરી ટેપ મારી હતી . આ ઘટનાને પગલે 2012 માં પોલો ગ્રાઉન્ડમાં જ ફટાકડા બજારમાં લાગેલી આગની યાદો તાજી થઈ હતી , જેમાં એક બાળકીનું મોત પણ થયું હતું . જોકે સદનસીબે આ વર્ષે એવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ફાયર બ્રિગેડે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો . વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને રાત્રે 2 : 30 વાગે સ્થાનિક સિક્યુરિટી જવાન નિલેશ જાણીએ ફોન કરીને શોર્ટ સર્કિટની માહિતી આપી હતી . વાઘોડીયા લાઈક Vo ) LTE re till trill 90 % | આ સાથે જ ઘટના સ્થળે હાજર જવાનોએ શોર્ટ સર્કિટ ઉપર કાબૂ મેળવ્યો હતો . જોકે સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા મુજબ આ સ્પોટ ફટાકડાની દુકાનથી દૂર છે . જેથી મોટી દુર્ઘટનાની શક્યતા ઓછી હતી , પરંતુ શોર્ટ સર્કિટ વધે તો ગમે તે થઈ શકે . દાંડિયા બજાર ફાયર બ્રિગેડના ઓફિસર હર્ષ પુવાર અનુસાર , શોર્ટ સર્કિટ બહુ મોટો નહોતો . વાયરીંગ પર ફરી ટેપિંગ કરીને લાઈટો ચાલુ કરવામાં આવી હતી . નોંધનિય છે કે , ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત વચ્ચે 10 વાહનો ગાંધીનગર , 10 SOU મોકલાયા છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.