પ્રધાનમંત્રીશ્રીએ સાબરકાંઠાની ધરતી પરથી હર ઘર તિરંગા લહેરાવવાના આહ્વાનને સાથે મળીને સાકાર કરીએ -જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા - At This Time

પ્રધાનમંત્રીશ્રીએ સાબરકાંઠાની ધરતી પરથી હર ઘર તિરંગા લહેરાવવાના આહ્વાનને સાથે મળીને સાકાર કરીએ -જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા


સાબરકાંઠા જિલ્લાના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, સંસ્થાઓ, બેંકો, સહકારી સંસ્થા,ડેરીઓના પ્રતિનિધિઓ સાથે ઘર ઘર તિરંગા જમીની હકીકતમાં સો ટકા સાર્થક થાય તે અંગે અગ્રણીઓ સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજી ખરીદી વિતરણ સો ટકા ટાર્ગેટ હાંસલ કરી ગૌરવ સાથે તિરંગાની આન-બાન-શાન જાળવીએ

*************

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવનાર છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ સાબરડેરીના કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં સાબરકાંઠા અરવલ્લીની ધરતી પરથી હર ઘર તિરંગા લહેરાવાના આહ્વાનને  સૌ સાથે મળીને શાકાર કરીએ. રાજ્ય અને દેશમાં આ અંગે અનેરો ઉત્સાહ ઉમંગ છવાયો છે. આ સંદર્ભમાં જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા દ્વારા સાબરકાંઠા જિલ્લાના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, સંસ્થાઓ, બેંકો, સહકારી સંસ્થા, ડેરીઓના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી સભાખંડમાં એક મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં જન ભાગીદારી દ્વારા આ અભિયાનને જન-જન સુધી લઈ જવા અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારનું એક પણ ઘર તિરંગા વિના ન રહે સૌમાં રાષ્ટ્રભાવ, દેશપ્રેમ જાગૃત થાય દેશદાઝની ભાવના બળવત્તર બને તેવા સહિયારો પ્રયાસ કરીનેઘર ઘર તિરંગા લહેરાવવા અપીલ સાથે આહવાન કર્યું હતું. સૌ પોતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું યોગદાન આપી ગરીબ,અમીર, વાણિજ્ય, વેપાર-ઉદ્યોગ, દુકાનો ગલી મહોલ્લામાં ઠેરઠેર તિરંગો ધ્વજ હર ઘર પર લહેરાય અને ચોક્કસ માપ, સાઈઝ અને રેશમી ખાદી, કોટન કાપડનો ધ્વજ લહેરાવી એક અનેરો ઉત્સાહ ઉમંગ આપણા જિલ્લામાં પેદા થાય તે માટે સહિયારો પ્રયાસ કરવાનો છે. પોતે પણ રાષ્ટ્રધ્વજની ખરીદી કરે અને ન ખરીદી શકે તેમને પણ ખરીદીને આપે અને યોગ્ય વિતરણ વ્યવસ્થા વિકસાવે જેથી કોઈ ઘર બાકી ન રહે અને પેટ્રોલ પંપ પર હોર્ડિંગ્સ બેનર્સ લાગે સેલ્ફી પોઇન્ટ પણ ગોઠવે, બેનર્સ તથા વેપારીઓ બીલમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ હર ઘર તિરંગા બિલમાં પ્રિન્ટ કરે અથવા સિક્કા બનાવી પ્રચાર પ્રસાર કરે, પોસ્ટઓફિસ તથા ખાદી ગ્રામો ઉદ્યોગ ગ્રીમકો જે જગ્યાએ વિતરણ વ્યવસ્થા ગોઠવે ત્યાંથી ખરીદીની વ્યવસ્થા છે ત્યાંથી ખરીદીને પોતાના ધંધા રોજગારમાં જોડાયેલા લોકોને પણ આપે પ્રેરિત કરે અને દરેકને આવરી લે.

આ બેઠકમાં પેટ્રોલપંપ,એ.પી.એમ.સી બ્લેક ટ્રેપ એસોસિયેશન,ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, સર્વોદય બેંક, ઇડર નાગરિક બેંક, બેંક ઓફ બરોડા, ડિસ્ટ્રિક્ટ રજીસ્ટાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ,મીઠાઈ ફરસાણ એસોસિયેશન, રોટરીક્લબ કેમીસ્ટ એસોસિયેશન હિંમતનગર, સાબરકાંઠાના પ્રતિનિધીઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહીને રચનાત્મક સૂચનો કરીને કાર્યક્રમને સુંદરસૂચનો કરીને કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જિલ્લા કલેકટરશ્રી ના આહવાનને હર્ષભેર ઉપાડી લીધું હતું.

 આ બેઠકમાં અધિક કલેકટર શ્રી પાટીદાર, જિલ્લા માહિતી નિયામકશ્રી મછાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સંબંધિત અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 

સાબરકાંઠા

આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.