રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને સફેદને બદલે કેસરી રંગ લગાવાયો, વિવાદ થતાં ફરી કેસરી પર સફેદ કલર લગાવવાનું શરૂ - At This Time

રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને સફેદને બદલે કેસરી રંગ લગાવાયો, વિવાદ થતાં ફરી કેસરી પર સફેદ કલર લગાવવાનું શરૂ


સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીને લઇ જવા માટે વપરાતાં સ્ટ્રેચરને લઇ વિવાદમાં આવી છે, જેમાં બે દિવસની અંદર ઇમર્જન્સી વિભાગમાં એક બાદ એક સ્ટ્રેચરનો કલર બદલાવી સફેદના બદલે કેસરી કરી દેવામાં આવ્યો છે. જોકે આ કલર સ્ટ્રેચર ગુમ થઇ જતાં હોવાથી અલગ તરી આવે એ માટે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઈની પરવાનગી વગર કરી દેવામાં આવ્યાનો હોવાનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે. જોકે આ વાત કોઈને પણ ગળે ઊતરે એમ નથી!

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાતાં સ્ટ્રેચરને ભગવો કલર કરી દેવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ અંગે ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ જણાવ્યું હતું કે સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઇમર્જન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો છે. વારંવાર સ્ટ્રેચર ગુમ થઇ જતાં હોય છે, જેની અવારનવાર અમે ફરિયાદ કરી છે. જોકે કેસરી કલર યોગ્ય નથી, માટે અમે ફરી સફેદ કલર સ્ટ્રેચર પર કરવા સૂચના આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.