પાનના ધંધાર્થીને છરી ઝીંકનાર લુખ્ખાઓ સામે હત્યાની કોશિશની કલમનો ઉમેરો
કેકેવી ચોક નજીક આવેલી હોટેલ પર બે દી પહેલાં આતંક મચાવનાર 3 પકડાયા.
શહેરમાં રાત પડતાની સાથે લુખ્ખાઓ દ્વારા નિર્દોષ લોકોને માર મારી ભયનો માહોલ ફેલાવતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે બે દિવસ પહેલા કાલાવડ રોડ, કેકેવી ચોક પાસે આવેલી શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનના માલિક દિલીપસિંહ કાળુભા સોલંકી નામના યુવાનને નામચીન ચેતન ઉર્ફે આશિષ, કુલદીપ વાઢેર, બિપીન ઉર્ફે ગઢ્ઢો તેમજ એક અજાણ્યા શખ્સે અમે આવીએ એટલે દુકાન બંધ કરી દેવાની કહી ગાળો ભાંડી હતી.
જેથી દુકાનદારે ગાળો દેવાની ના પાડતા તેના પર છરી, ધોકાથી હુમલો કરી નાસી ગયા હતા. જે બનાવની તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધી હતી. હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોય પોલીસે નોંધેલી મારામારીની ફરિયાદમાં ખૂની હુમલાની કલમનો ઉમેરો કર્યો હતો. બાદમાં ચાર પૈકી ત્રણ ચેતન, કુલદીપ અને બિપીન નામના લુખ્ખાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ ધરપકડ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.