શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ઘારી,મોહનથાળ,બરફી, પેંડા,કાજુકતરી સુખડી, ગુલાબજાંબુ, અનેક મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો છે આજે સવારે ૧૧:૦૦ કલાકે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ઘારી,મોહનથાળ,બરફી, પેંડા, કાજુકતરી સુખડી, મમરાના લાડું, ચુરમાના લાડું, દાળિયાપાક, ગુલાબજાંબુ,મોતીયાલાડું,પૂરી, તલસાંકળી વિવિધ મીઠાઈઓ ભક્તો દ્વારા પવિત્રતા પૂર્વક બનાવાયેલી મીઠાઈઓંનો અન્નકૂટ દાદાને ધરાવાયો હતો. જનો મોટી સંખ્યામાં દાદાના વિશેષ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.