લખતર સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમીતે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યુ
લખતર સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમીતે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યુ
લખતર નીલકંઠ મહાદેવ મંદિરમાં છેલ્લા બાર મહિનાથી દર શિવરાત્રીના દિવસે ભસ્મ આરતી કરવામાં આવે છેસમગ્ર ભારતમાં વસતા શ્રધ્ધાળુ ભક્તજનોમાં શ્રાવણમાસમાં ભગવાન શિવની પૂજન અર્ચન કરવાનું અતિ મહત્વ છે સાથે દર મહિનાની વદ તેરસના દિવસે આવતી શિવરાત્રીના દિવસે શિવ પરિવારનું પૂજન અર્ચન કરવાનું મહત્વ છે ત્યારે સમગ્ર વિશ્વમાં વિખ્યાત ઉજ્જૈન શહેરમાં સ્થાપિત થયેલ સ્વયંભૂ મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી દરરોજ વહેલી સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે તેમાંથી પ્રેરણા લઈ લખતર ગામમાં આવેલ આશરે 550 વર્ષ પૌરાણિક સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં દર મહિને આવતી શિવરાત્રીના દિવસે ભસ્મ આરતી કરવામાં આવે છે આજે મહાશિવરાત્રી નિમીતે લખતર સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ ભસ્મઆરતીમાં ઉપસ્થિત રહી શ્રધ્ધાળુ ભક્તજન મહિલા પુરુષ ઉપસ્થિત રહી ધન્ય બન્યા હતા
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.