ગઢડા નગરપાલીકાના સફાઇ કર્મીઓ હડતાળ પર - At This Time

ગઢડા નગરપાલીકાના સફાઇ કર્મીઓ હડતાળ પર


ગઢડા નગરપાલીકાના સફાઇ કર્મીઓ હડતાળ પર
ગઢડા નગરપાલીકાના સફાઇ કર્મીઓ હડતાળ પર ઉતરતા ઠેર ઠેર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય, ઝડપથી સફાઇ કરવા લોકોની માંગ.
ગઢડા નગરપાલીકાના સફાઇ કર્મીઓ દ્રારા હડતાળ પર ઉતરતા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય શરૂ થયું છે. જ્યા સુધી માંગ નહીં સ્વિકારાય અને પરત ફરજ પર હાજર નહીં કરાય ત્યાં સુધી હડતાળ પર રહેવાનો નિર્ણય સફાઈ કર્મચારીઓએ કર્યો છે. આંગણવાડી અને પ્રાથમિક શાળાની બાજુમાં જ ગંદકી અને કચરાના ગંજ જામ્યા, અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અને બાળકોમાં માંદગીની ભીતિ છેવાઈ રહી છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં નગરપાલીકાના સફાઇ કર્મીઓને ફરજ પરથી છુટા કર્યાના આક્ષેપો સાથે આજે બીજા દિવસે પણ હડતાલ અને ધરણા યથાવત રાખી હતી. નગરપાલીકાના સફાઇ કર્મીઓના વિવિધ પગાર અને ફરજના સલગ્ન પ્રશ્નો બાબતે હડતાલ પર ઉતર્યા હતા. સાથે આજે નગરપાલીકા ખાતે જ સફાઇ કર્મી ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ધરણા પર બેઠા હતાં. જેને કારણે ગઢડા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આજે ગંદકી અને કચરાના ગંજના દ્રશ્યો જોવા મળ્યા હતાં. હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય અને વરસાદી માહોલ હોય જેને લઇ ગંદકી અને કચરાના ગંજમાં વરસાદી પાણી ભળતા મચ્છરો અને માખીઓ તેમજ અન્ય રોગચાળો ફેલાવતા જંતુઓનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપદ્રવ વધી રહ્યો છે. જેને લઇ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા પણ વહેલી તકે નગરપાલીકા દ્વારા આ પ્રશ્નો સુખાકારી ઉકેલ લાવી ગઢડા શહેરમાં ઝડપથી સાફ સફાઇ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.ગઢડા શહેરના મામલતદાર કચેરીના પંટાગણમાં આવેલ આંગણવાડી કેન્દ્રની બાજુમાં ગંદકી અને કચરાનો ખડકલો જોવા મળ્યો હતો. તો વળી સિનેમાની સામેના વિસ્તારમાં પણ પ્રાથમિક શાળાની બાજુમાં ગંદકી અને કચરા નાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જ્યા બાળકો અને નાના ભુલકાઓ પોતે અભ્યાસ અર્થે આવતા હોય છે, તો આવા સમયમાં કોઇ બાળક કે વિદ્યાર્થી માંદગીનો ભોગ બનશે તો કોની જવાબદારી રહેશે એ પણ એક મોટો પ્રશ્ન છે. તો વહેલી તકે નગરપાલીકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાફસફાઇ કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકો માં માંગ ઉઠવા પામી છે.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.