હોમગાર્ડ ઈન્ચાર્જ નવીનભાઈ પી વણકર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી પરેડ ફરજ મોકૂફ કરો
નડિયાદ શહેર નાં હોમ ગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ પી વણકર વિરુદ્ધ નડિયાદ ની ચીફ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ની કોર્ટ માં 52/2024નંબર થી 307,323,504,506,114 જેવી ગંભીર પ્રકારની કલમો દ્વારા કેસ દાખલ કરવામાં આવેલ હતો. કોર્ટ કેસ ની પ્રમાણિત નકલો ને આધારે ખેડા જિલ્લા નાં હોમ ગાર્ડ દળ નાં જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી ને તા.૨૭/૦૭/૨૦૨૪ તથા તા.૩૦/૦૭/૨૦૨૪ નાં રોજ ખેડા જિલ્લાના લીગલ સ્ટાફ ઓફિસર સાહેબ શ્રી ને મુંબઈ હોમ ગાર્ડ અધિનિયમ 1947 ની કલમ 6(ખ) મુજબ હોમ ગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ વણકર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી પરેડ ફરજ મોકૂફ કરવામાં લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ ખેડા જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી દ્વારા મુબંઈ હોમ ગાર્ડ અધિનિયમ 1947 મુજબ જિલ્લા કમાન્ડન્ટ શ્રી દ્વારા કાર્યવાહી ન કરતા તા.૦૫/૦૮/૨૦૨૪ નાં રોજ ગુજરાત રાજ્ય ના હોમ ગાર્ડ દળ નાં વડા કમાન્ડન્ટ જનરલ સાહેબ શ્રી ને હોમગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ પી વણકર વિરુદ્ધ મુંબઈ હોમ ગાર્ડ અધિનિયમ 1947 ની કલમ 6(ખ) મુજબ કાયદાકીય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. તથા પોતા ની ખેડા જિલ્લા કચેરી માં ફરજ બજાવતા સ્ટાફ ઓફિસર તાલીમ અલ્પેશભાઈ મકવાણા વિરુદ્ધ 498 ,125 જેવી અનેક કલમો હેઠળ FIR અને કોર્ટ થયેલ હોવા છતાં આજદિન સુધીમાં કોઈ જ મુંબઈ હોમ ગાર્ડ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ નથી . બીજી બાજુ આ ખેડા જિલ્લા માં જો કોઈ સામાન્ય હોમ ગાર્ડ સભ્યો તથા માંનદ અધિકારી શ્રી વિરુદ્ધ કોઈ પણ સામાન્ય બાબતે FIR કે કોર્ટ કેસ થાય તો આજ જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી ની કચેરી દ્વારા FIR કે કોર્ટ કેસ ની પ્રમાણિક નકલ મેળવી જેતે હોમ ગાર્ડ સભ્ય તથા અધિકારી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે મુંબઈ હોમ ગાર્ડ અધિનિયમ 1947 ની કલમ ૬(ખ) મુજબ કાયદાકીય કાર્યવાહી કરી જેતે સભ્યો ને પરેડ ફરજ મોકૂફ કરવામાં આવે છે એટલું જ નહી નડિયાદ યુનિટ નાં પ્લા કમાન્ડર હસીદ તીરગર ને જિલ્લા કમાન્ડન્ટ શ્રી એ મૌખિક સૂચનાથી કોઈપણ જાતના વાક ગુના વગર છેલ્લા બે વર્ષથી પરેડ ફરજ મોકૂફ કરી ભારતીય બંધારણ ના અનુચ્છેદ 14 સમાનતા નો અધિકાર માં એક સમાન ન્યાય અને તમામ ના એક સમાન હિતો જળવાઈ રહે તે માટે એક સમાન ન્યાય હોમ ગાર્ડ સભ્યો તથા હોમગાર્ડ ઇન્ચાર્જ નવીનભાઈ પી વણકર વિરુદ્ધ એક સમાન મુંબઈ હોમગાર્ડ અધિનિયમ 1947 મુજબ કાયદાકીય કાર્યવાહી ન કરી ખેડા જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી દ્વારા ભારતીય બંધારણ ના અનુચ્છેદ 14 સમાનતા નો અધિકારનો ભંગ કરવા માં આવેલ હતો.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.