જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને વડોદરીયા હોસ્પિટલ બોટાદ ના સહયોગ થી બીમ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા.. વિના મૂલ્યે સુપર સ્પેશ્યાલિટી નિદાન કેમ્પ યોજાયો…
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને વડોદરીયા હોસ્પિટલ બોટાદ ના સહયોગ થી બીમ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા..
વિના મૂલ્યે સુપર સ્પેશ્યાલિટી નિદાન કેમ્પ યોજાયો...
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને વડોદરીયા હોસ્પિટલ બોટાદ ના સહયોગ થી બીમ્સ હોસ્પિટલ ભાવનગર દ્વારા વિના મૂલ્યે સુપર સ્પેશ્યાલિટી નિદાન કેમ્પ તા.26/6/22 ના રોજ વડોદરીયા હોસ્પિટલ બોટાદ ખાતે યોજવામાં આવેલ. આ નિદાન કેમ્પ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ ઉપસ્થિત સેવા આપનાર તબીબો ના વરદ હસ્તે દીપ પ્રગટન થી કરવામાં આવેલ .સેવા આપનાર તમામ તબીબો નું પુષ્પ ગુચ્છ તથા સ્મૃતિ ભેટ આપી જાયન્ટ્સ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવેલ.
આ નિદાન કેમ્પ માં ડો.વરુણ સિબલ કાર્ડિયોલોજીસ્ટ (હૃદય રોગ ની સારવાર ) ડો.નિલવ શાહ નેફ્રોલોજીસ્ટ (કીડની ના રોગ ) , ડો.હિરેન ડુંગરાણી એમ.ડી.એસ. (મોઢા અને જડબા ના રોગો ),ડો. ચેતન માણિયા ન્યુરોલોજીસ્ટ (મગજ તથા જ્ઞાન તંતુ ના રોગ ), ડૉ. સુરેશ પરમાર ટ્રોમા અને સ્પાઈન સર્જન (કમર ,મણકા ના રોગ ) એ માનદ સેવા આપી 395 દર્દીઓને તપાસી નિદાન સારવાર કરવામાં આવેલ.
આ કેમ્પ માં જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખશ્રી માધવજી માણિયા , જાયન્ટ્સ ફેડરેશન ઓફિસર શ્રી સી.એલ.ભીકડીયા , યુનિટ ડિરેક્ટર કેતન રોજેસરા , સેક્રેટરી દિલીપ ભલગામીયા , દિપક માથુકિયા , લાલજીભાઇ કળથીયા , મુકેશ જોટાણીયા , મહેન્દ્ર ભલગામીયા , શૈલેષ પરમાર ,વીરેન રાજગોર ,મુકેશ રજોડિયા , પ્રકાશ ભીમાણી , વિજય વાળા , દર્શન પટેલ વગેરે સેવા બજાવી કેમ્પ સફળ બનાવેલ.તેમજ બીમ્સ હોસ્પિટલ ના પ્રોજેકટ ચેરમેન નયન દવે ખાસ ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.