ડભોઈ ખાતે રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોનો શપથવિધિ સમારંભ યોજાયો - At This Time

ડભોઈ ખાતે રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોનો શપથવિધિ સમારંભ યોજાયો


વડોદરા ગ્રામ્ય - જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આયોજિત

રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઇ હીરા ભાગોળ પાસે આવેલ રાણાવાસની વાડીમાં વડોદરા ગ્રામ્ય - જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વડોદરા જિલ્લાના અધ્યક્ષ રાજુભાઈ ભારદ્વાજના પ્રમુખ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય બજરંગ દળના ડભોઇ તાલુકાનાં પ્રમુખ આશિષ રાવલ, ઉપપ્રમુખ જયદીપ રાવલની ઉપસ્થિતિમાં બજરંગ દળમાં નવા કાર્યકરોને જોડવા માટે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ શપથવિધિ સમારંભમાં પિસ્તાળીસ ઉપરાંત નવાં કાર્યકરો બજરંગ દળમાં જોડાયા હતા.
રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ રાજુભાઈ ભારદ્વાજ દ્વારા જોડાયેલ દરેક કાર્યકરોને ત્રિશુલ અને ખેસ અર્પણ કરવામાં આવ્યા હતાં. ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના ડોક્ટર પ્રવીણભાઈ તોગડીયાએ કરી હતી. જેથી ખેસ ઉપર ડોક્ટર પ્રવીણ તોગડીયાની તસ્વીર છાપવામાં આવી છે. ૨૦૧૮ માં વિશ્વ હિન્દુ પરિષદથી ડોક્ટર પ્રવીણ તોગડીયા અલગ થયા હતાં. ત્યારબાદ તેઓએ હિન્દુઓ અને ગૌમાતાની રક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની સ્થાપના કરી હતી. છેલ્લા ચાર વર્ષથી તેઓ દરેક જિલ્લા અને તાલુકામાં નવાં કાર્યકરોને જોડવામાં આવે છે અને હોદ્દેદારોની વરણી કરવામાં આવે છે. પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડીયા આખા દેશમાં પ્રવાસ કરી પ્રચાર કરે છે. વીર હિન્દુ, વિજેતા હિન્દુ જેઓનું મુખ્ય સૂત્ર રહેલ છે. તેઓ દ્વારા ટૂંક સમયમાં એક એપ પણ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
ડભોઇ ખાતે યોજાયેલ કાર્યક્રમનાં અંતમાં નવા જોડાયેલ બજરંગ દળના કાર્યકરોની શપથવિધિ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય બજરંગ દળના વડોદરા જિલ્લાના અધ્યક્ષ રાજુભાઈ ભારદ્વાજ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, આ ત્રિશુલનો કોઈપણ ભોગે દૂર ઉપયોગ કરવો નહીં. આ સાથે જ શપથ લેવડાવ્યા હતા કે, હું ભગવાનની સમક્ષ હું આ સંકલ્પ લઉં છું કે, હિન્દુ સમાજ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુત્વ માટે, હિન્દુ બેન દીકરી, ગૌમાતા અને સંસ્કૃતિ માટે હું આ શસ્ત્રનો ઉપયોગ કરીશ.
9428428127


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.