બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર - At This Time

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર


બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલ ગુજરાત રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ વધી રહ્યું છે,ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી કે મારા બોટાદ જીલ્લામાં એક પણ સરકારી યુનીવર્સીટી આવેલ નથી તો બોટાદ જીલ્લામાં પણ સરકારી યુનીવર્સીટી બનાવવામાં આવે તેમજ ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓમાં સરકારી યુનીવર્સીટી નથી તેવા તમામ જિલ્લાઓમાં પણ સરકારી યુનીવર્સીટીની સ્થાપના કરવામાં આવે, જેથી ગુજરાતમાં વસતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જેવા કે sc, st, obc સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોતાના જીલ્લામાં શિક્ષણ મેળવી શકે,સાથોસાથ બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારી યુનીવર્સીટીની હાલત દયનીય થતી જાય છે,જેમાં સુધારો કરવામાં આવે તેમજ શિક્ષણની ગુણવતામાં વધારો કરવામાં આવે અને સૌરાષ્ટ યુનીવર્સીટી અને બીજી સરકારી યુનીવર્સીટીમાં ૩૦ હાજર કરતા વધુ વિદ્યાર્થીઓને ડીગ્રીઓ આપવામાં આવેલ નથી,તો વહેલી તકે વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવે તેમજ સૌરાષ્ટ યુનીવર્સીટી અને બીજી સરકારી યુનીવર્સીટીમાં પદવી સમારોહ કાર્યક્રમ કરવામાં આવે અને ગુજરાત રાજ્યમાં શિક્ષણમાં થતું પ્રાઈવેટીકરણ ઘટાડી સરકારી યુનીવર્સીટી સ્થાપવા અને ખાસ બોટાદ જિલ્લામાં પણ સરકારી યુનિવર્સીટી સ્થાપવામાં આવે તેવી માંગ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.