બાઇક શોરુમના માલીક સાથે રૂ.33.17 લાખની ઠગાઈ - At This Time

બાઇક શોરુમના માલીક સાથે રૂ.33.17 લાખની ઠગાઈ


શહેરના યુનિવર્સિટી રોડ પરના જલારામ-4 માં પ્રાર્થના ફલેટમાં રહેતા અને અમિન માર્ગ પર બાઈકનો શોરૂમ ધરાવતા સ્મિત સંજયભાઈ પટેલ(ઉ.વ.29) એ પોતાના નવા ફલેટ માટે ફર્નિચર કામ અને ઈલેકટ્રોનીક ચીજવસ્તુ ખરીદવા માટે આપેલા રૂા.33.17 લાખ ફર્નિચર કામનો કોન્ટ્રાકટર પ્રિયાંક જયેશ અંબાવી(રહે.સેરેનીટી ગાર્ડન, કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ) ઠગાઈ કર્યાની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
સ્મિતે ફરિયાદમાં જણાવ્યું હતું કે,સાડા ત્રણેક વર્ષ પહેલા 150 ફુટ રીંગ રોડ પર કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલા ધ ટેમ્પલ બિલ્ડીંગમાં ચાર બીએચકેનો ફલેટ તેણે ખરીદ કર્યો હતો.જેમાં ફર્નિચરનું કામ કરાવવાનું હોવાથી દોઢેક વર્ષ પહેલા પોતાના આર્કિટેક્ટ નિલ પટેલ અને પ્રણવ ધોળકીયાને નાનામવા રોડ પર આવેલી તેની ઓફિસે મળતા બંનેએ આરોપી પ્રિયંકની ઓળખાણ કરાવી હતી.જેને કિચનના ઈલેકટ્રોનીક સામાન માટે ઓર્ડર આપી રૂા.2.01 લાખ આરટીજીએસથી ચુકવ્યા હતા.
ત્યારબાદ આરોપી પ્રિયંકે કિચનવેર અને ઈલેકટ્રોનીક આઈટમ ઉપરાંત તમામ ફર્નિચર કામ માટે રૂા.39.27 લાખનું કવોટેશન આપ્યું હતું. જેની સિક્યોરીટી પેટે તેને રૂા.પાંચ લાખ રોકડા આપ્યા હતા.બાદમાં કટકે કટકે રૂા.21.78 લાખ એડવાન્સ પેટે રોકડા આપ્યા હતા.બદલામાં આરોપી પ્રિયંકે પ્લાઈવુડ અને ટાઈલ્સનો થોડો સામાન મોકલ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.