બોટાદ શહેરમાં નંબર પ્લેટ વગરના બે બાઈકો ટ્રાફિકને અડચણ રૂપ આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ - At This Time

બોટાદ શહેરમાં નંબર પ્લેટ વગરના બે બાઈકો ટ્રાફિકને અડચણ રૂપ આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ


બોટાદ શહેરમાં બે અલગ અલગ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના બે બાઈકો ટ્રાફિકને અડચણ રૂપ હોય જેથી ટ્રાફિક પોલીસે ટ્રાફિક શાખાના સરકારી લોક મારેલ જે સરકારી લોક સાથે મોટરસાયકલ ચાલકો ફરાર થઈ જતા બંને મોટરસાયકલ ચાલકો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઇ

સરકારી લોક મારેલ બંને નંબર પ્લેટ વગરના બાઈક ચાલકો સરકારી લોક સાથે ફરાર

બોટાદ ટ્રાફીક પોલીસ શાખા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાળીયાદ રોડ રોડિયા હનુમાનજી મંદિરની બહાર જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગ ઝોનમાં એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનુ નંબર પ્લેટ વગરનું જણાઈ આવતા ટ્રાફિક શાખા તરફ્થી ઇશ્યૂ કરેલ સરકારી લોક નંબર ૧૪ બાઈકના આગળના ટાયરમાં લોક મારેલ.તેમજ બોટાદ શહેરના ટાવર રોડ ઉપર એચ.ડી.એફ.સી. બેંકના એ.ટી.એમની બહાર જાહેર રોડ ઉપર ટ્રાફ્ટિને અડ ચણ થાય તે રીતે પાર્કિંગ ઝોનમાં હીરો હોન્ડા કંપનીનુ ડ્રીમ નીયો સફેદ બ્લુ કલરનું નંબર પ્લેટ વગરનુ જણાયે ટ્રાફિક શાખા તરફ્થી ઇનાથૂ કરેલ સરકારી લોક નંબર-9 પાછળના ટાયરમાં લોક મારેલ,અને તેમાં ટ્રાફિક શાખાના કર્મચારી નો મોબાઇલ નંબર તથા ટ્રાફ્ટિ શાખાનું નામ લખેલ જે
બંને બાઈકના ચાલકો યુક્તિ પ્રયુક્તિથી લોક ખોલી અગર તોડી રૂ.૪૦૦૦ના લોક ચોરી કરી લઈ ગયાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.