સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ભાજપ ઉમેદવારના સમર્થનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામ ખાતે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવાર ચંદુભાઈ શીહોરા ની ઉપસ્થિતિમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોળી સમાજની સંમેલન યોજાયું, સમગ્ર પંથકના માતાજીના મઢના ભૂવાજીના સન્માન કરી કરાઈ અનોખી પહેલ તો ક્ષત્રિય સમાજના વિરોધ મામલે ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શીહોરા એ પ્રથમ વખત આપી પ્રતિક્રિયા.
લોકસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર પ્રસાર બેઠકો અને સભાઓ યોજાઈ રહી છે ત્યારે આજરોજ 4 મે ના રાત્રીના સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિસ્તારના ધંધુકા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના સોઢી ગામ ખાતે ભાજપ ઉમેદવારના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોળી સમાજનું ભવ્ય સંમેલન યોજાયું જેમાં ધોલેરા તાલુકા પંથકના મોટી સંખ્યામાં તળપદા કોળી અને ચુંવાળીયા કોળી સમાજ સહિતના અલગ અલગ સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શીહોરા ને સમર્થન જાહેર કર્યું હતું, તો આ બેઠકમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર પંથકના અલગ અલગ સમાજના માતાજીના મઢ મંદિરના 25 થી ભૂવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભૂવાજી ઓનું ઉમેદવાર ચંદુભાઈ શીહોરા તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફૂલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરી આશિર્વાદ મેળવ્યા હતા, તો આ કાર્યક્રમમાં ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શીહોરા તેમજ ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના સંગઠન ના હોદ્દેદારો આગેવાનો ચૂંટાયેલા સભ્યો સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજનાઓ કાર્યો અને ઉપલબ્ધિઓ વિશે લોકોને સંબોધિત કરી માહિતી આપી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી તો ઉપસ્થિત સૌ લોકોએ બે હાથ ઉંચા કરી ભાજપ ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું આ કાર્યક્રમમાં 1000 કરતા વધારે ધોલેરા તાલુકાના સમસ્ત કોળી સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા આ સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોળી સમાજના સંમેલનમાં ઉપસ્થિત સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શીહોરા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંમેલનમાં ઉપસ્થિત સૌ કોળી સમાજના લોકોએ એક સૂર માં ભાજપ તરફી મતદાન કરવાનું નક્કી કર્યું છે અને તમામ લોકો ભાજપ સાથે રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, ક્ષત્રિય સમાજના વિરોધ બાબતે પૂછતાં પ્રથમ વખત આપી પ્રતિક્રિયા કહ્યું ક્યાંય મને ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ સુધી નડયો નથી અને આજે જ બરવાળા તાલુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળેલું જેમાં ક્ષત્રિય, કાઠી દરબાર તેમજ રાજપૂત સમાજનું સમર્થન મળ્યું હતું અને આ સમ્મેલનમાં કોંગ્રેસના બરવાળા નગરપાલિકાના સભ્ય સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના અનેક ક્ષત્રિય આગેવાનો અને યુવાનો ભાજપ સાથે જોડાયા છે ત્યારે ક્યાંય કોઈ વિરોધ નથી અત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર મને તમામ સમાજના લોકોનું સમર્થન મળી રહ્યું છે તે પ્રમાણે 5 લાખ કરતાં પણ વધારે લીડથી જીત મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો આ તકે કાર્યક્રમના આયોજક ધોલેરા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સાગરભાઈ સોલંકીએ સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપતાં લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો હોવાથી ભારે મતની લીડથી જીત મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.