આસપુર ગામે દૂધ મંડળીના ચેરમેનનો વિદાય સન્માન સમારોહ યોજાયો.. - At This Time

આસપુર ગામે દૂધ મંડળીના ચેરમેનનો વિદાય સન્માન સમારોહ યોજાયો..


ગુજરાતમાં દુધ મંડળીના ચેરમેનનો સૌવ પ્રથમવાર વિદાય સમારંભ યોજવામાં આવ્યો...

૩૪ વર્ષથી દુધ મંડળીના ચેરમેન તરીકે ફરજ નિભાવી...

વિરપુર તાલુકાના આસપુર દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં ૩૪ વર્ષથી સતત ફરજ આપી રહેલા ચેરમેન નરેન્દ્રભાઈ લાલાભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહનુ યોજવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દુધ મંડળીના ચેરમેનનો સૌવ પ્રથમવાર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હોય મંડળીનું આર્થિક વિકાસ અને સભાસદોને દૂધના પૂરેપૂરા નાણા મળી રહે તે રીતે ભ્રષ્ટાચાર રહિત ગેરરીતી રહિત નીડર નિષ્પક્ષ સ્વચ્છ એને પ્રમાણિકપણે નિસ્વાર્થ પણે વહીવટ કરી મંડળીનો ઉતરોતર આર્થિક વિકાસ કરવામાં સિંહ ફાળો રહ્યો છે સતત 34 વર્ષ સુધી નરેન્દ્રભાઈ પટેલે ચેરમેન તરીકે રહી નીડરપણે મંડળીનો વહીવટ કરી નિસ્વાર્થ પણે મંડળીની સેવા કરવા બદલ મંડળીના સભાસદો દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ વિદાય સમારંભમા બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,‌ મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ, કોંગ્રેસ પાર્ટીના મહિસાગર જિલ્લા મહામંત્રી નારણભાઈ પટેલ, અમુલ ડેરી ડિરેક્ટર સાયભેસિંહ પરમાર, કોંગ્રેસ પાર્ટીના વિરપુર તાલુકાના પ્રમુખ નાથુસિહ પરમાર,જઠોલી બરોડા બેંક મેનેજર આશિષ વર્મા, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મહિસાગર જિલ્લા પ્રમુખ મહેશ ઠાકોર,દેવરાજ મ્યુઝિકલ ગ્રુપ તેમજ કલાકાર વિજયભાઈ રાઠોડ તેમજ કલાકાર વિરલ તીરગર આસપુર ગ્રામ પંચાયત સરપંચ સૂર્યાબેન અશોકકુમાર , આસપુર દુધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેનનો ભવાનસિંહ સુરસિંહ રાઠોડ સેક્રેટરી ગોરધનભાઈ વાઘાભાઈ તેમજ વ્યવસ્થા મંડળ અને કર્મચારી ગણ તેમજ આસપુર દૂધ મંડળીના સભાસદો સદસ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર : છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.