બોરુ ઘુડખર અભયારણ્યમાં વિસ્તારમાં બનેલ કંપની અને રસ્તાઓ કાયદેસર કે ગેરકાયદેસર.??? - At This Time

બોરુ ઘુડખર અભયારણ્યમાં વિસ્તારમાં બનેલ કંપની અને રસ્તાઓ કાયદેસર કે ગેરકાયદેસર.???


બનાસકાંઠાના સુઈગામ તાલુકાના બોરું ગામની પશ્ચિમ દિશામાં આવેલ કરછનું નાનું રણ એટલે કે ઘુડખર વન્યપ્રાણી અભયારણ્ય જે કરછ ના આડેસર સુધી વિસ્તરીત છે, જે અભયારણ્ય વિસ્તારમાં વગર પરવાનગીએ ફોટો, વીડિયો, શૂટિંગ કે પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ છે,
મળતી માહિતી અનુસાર કોઈ રાજકીય ઓથા હેઠળ ચાલતી એક કંપની આવી છે અને ઘુડખર અભયારણ્ય ની વચ્ચે વિશાળ જગ્યામાં જમીન રોકીને મીઠું પકવવાનું ચાલુ કર્યું છે.
જો કે આ ઘુડખર અભયારણ્ય વિસ્તાર હોઈ તે વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં કંપની સ્થાપવાની મંજૂરી કોણે આપી અને અભયારણ્ય વિસ્તારમાં માટી ખોદકામ કરીને જ્યાં-ત્યાં રસ્તાઓ બનાવવાની મંજુરી કોણે આપી, કંપનીમાં મોટા સેડ,સ્ટ્રક્ચર,ઓરડીઓ તેમજ ઑફિસો વગેરે બનાવવાની મંજુરી કોણે.?અને કઈ રીતે ? કઈ જોગવાઈઓ ? હેઠળ આપી તેવા અનેક સવાલો ત્યાંના સ્થાનીક લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે,
મળતી માહિતી અનુસાર કંપની માં અન્ય કોઈપણ લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી તો કયા કારણોસર કંપની માં કોઈને જવા દેવામાં આવતા નથી, કંપની દ્વારા મીઠું પકવવા ને બદલે અન્ય કોઈ કામગીરી પણ કરવામાં આવે છે કે કેમ.? જો અંદર કોઈ ગૅર કામો કરવામાં ન આવતા હોય તો શા માટે કોઈને અંદર જવાની કે બહારથી વીડિયો ફોટો પાડવા દેવામાં પણ નથી આવતા.? આ બાબતે સચોટ રીતે ઉચ્ચસ્તરીય તપાસ થાય તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘુડખર અભયારણ્ય માં કાર્યરત ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ અને તે રણમાં મીઠાના ઉદ્યોગ સુધી રણમાં જવા માટે અભયારણ્યમાં માટી ખોદકામ કરીને બે-થી ત્રણ જગ્યાએ પાંચ-સાત કિલોમીટર ના લંબાઈ માં રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે, અને જેના કારણે આ ઘુડખર અભયારણ્ય માં જીવતા વન્ય જીવો ન નુકશાન થાય છે એ રણમાં રહેતા વન્ય જીવો જેવા કે નીલગાય,શિયાળ,લોમડી,ખચ્ચર, જેવા અનેક વન્ય પ્રાણીઓની સંખ્યા ગભરાટ ના કારણે ઓછી થઈ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે.
---------–-----------------
*જીતેન્દ્રસિંહ ઝાલા સુઈગામ-બનાસકાંઠા*
મો.9925923862.
9925923862


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.