જસદણ ઘઉં, બાજરી, જૂવાર અને મકાઈ 15 માર્ચથી ટેકાના ભાવે ખરીદશે ખૅડુતૉના હીતમા અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની જાહેરાત
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઍ જણાવ્યું હતુ કૅ ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવાર ની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.300/- બોનસ જાહેર કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડુતોએ રાજ્ય સરકારના એકપીપી પોર્ટલ (કાર્મસ પ્રોસરમેન્ટ પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ખેડૂતો દ્વારા તા૨૭/૦૨/૨૦૨૪ થી ૩૧/૦૩/૨૦૨૪ ગ્રામ્ય કક્ષાએ વીસીઇ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે ખરીદીનો સમયગાળો તા.૧૫/૦૩/૨૦૨૪ થી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે રાજ્યના કુલ ૧૯૬ ખરીદ કેનશે/ગોડાઉનો પરથી ખરીદી કરવામાં આવશે રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે.રાજ્યમાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બાજરી, જુવાર, ઘઉં, મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગર મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતુ કે બાજરી, જુવારની ટેકાના ભાવે ખરીદી કરાશે. તો ઘઉં, મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે. આ માટે આજ થી નોંધણીની પ્રોસેસ શરુ કરી દેવામાં આવશે. નોંધણી એક મહિના સુધી ચાલશે. તેના બાદ ૧૫ માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (આરએમએસ) ૨૦૨૪-૨૫ ૨૭ એટલે કે આજ થી નોંઘણી કરવામાં આવશે. આ નોંધણી એક માસ સુધી ચાલશે. ૧૫ માર્ચથી ખરીદી કરવામાં આવશે. રવી માર્કેટિંગ સીઝન આરએમએસ ૨૦૨૪-૨૫ અંતર્ગત રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડુતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે.
કયા ભાવે કયો પાક ખરીદાશે. ૧.) ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ રૂ૨૨૭૫,૨.) બાજરી માટે પ્રતિ કિક્વન્ટલ३,२५००,3.) જુવાર (હાઈબ્રીડ) માટે પ્રતિ ક્વિન્ટલ ३३१८०,૪.) જુવાર (માલદંડી) માટે પ્રતિ કિવન્ટલ ३२२५ ૫.) મકાઈ માટે પ્રતિ કિવન્ટલ ३,२०८०
ખેડુતોએ નોંધણી માટે નીચે મુજબના જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે.
આ માટે કયા-કયા ડૉક્યુમેન્ટ્સની જરૂર પડશે૧. આધારકાર્ડની નકલ.૨. ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની અધતન નકલ.૩. ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અધ્યતન દાખલો.૪. ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની ૫. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન રજૂ કરવાના રહેશે તેમ ખેડૂતો ના હીત મા જસદણ વિછીયાના લોકપ્રહી ધારાસભ્ય અને રાજ્ય સરકારના જાગૃત અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.