સરસ મેળાના માધ્યમથી અમે અમારી ભરત-ગૂંથણ અને મોતી કામની કળાને લોકો સુધી પહોચાડી શકીએ છીએ પુરીબેન
બરવાળા ખાતે શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં સરસ મેળો-2024 યોજાઈ રહ્યો છે
પુરીબેન અને તેમના સખી મંડળની બહેનો કલાત્મક તોરણ ચાકડાઓ હાથ ભરતની વિવિધ વસ્તુઓ તૈયાર કરે છે ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારશ્રીનાં ગ્રામ વિકાસ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ બોટાદ જિલ્લાના બરવાળા ખાતે શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં સરસ મેળો-2024નું આયોજન કરાયું છે આ મેળામાં 51 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે રાજ્યભરમાંથી જુદી જુદી કલાકૃતિઓ સાથે સંકળાયેલા પછી મંડળોના બહેનો આ મેળામાં પોતાની કળા પ્રદર્શિત કરવા માટે પધાર્યા છે ત્યારે આજે મળીએ જામનગરથી આવેલા પુરીબેનને પુરીબેને પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, “સરસ મેળાના માધ્યમ થકી હું ભરત-ગૂંથણ, સુશોભન માટેના ચાકડાઓ બનાવવા સહીતની લુપ્ત થતી જતી કળા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છું. આ મેળા દ્વારા મને ખૂબ જ સુંદર પ્લેટફોર્મ મળ્યું છે સરસ મેળાના માધ્યમથી અમે અમારી કળા અને અમારા વ્યવસાયને વધુ વિકસાવી શકીએ છીએ આ પ્રકારના આયોજનથી અમને આર્થિક રીતે ઘણી જ મદદ મળી રહે છે. હાલ અમારા ગ્રુપમાં 10 જેટલી બહેનો કામ કરી રહી છે, સરકારના સહયોગથી વિવિધ જિલ્લાઓમાં સરસ મેળાઓ યોજાઈ રહ્યા છે જેમાં મારા જૂથની બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે અને યોગ્ય રોજગારી મેળવી રહી છે. સરસ મેળાના માધ્યમથી અમારો વ્યવસાય ખૂબ સારો ચાલે છે સરકારએ અમને સરસ મેળાનું માધ્યમ આપ્યું તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ પુરીબેન અને તેમના સખી મંડળની બહેનો કલાત્મક તોરણ ચાકડાઓ હાથ ભરતની વિવિધ વસ્તુઓ તૈયાર કરે છે અને આપણી સંસ્કૃતિને જનજન સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.