વડોદરા: ડી માર્ટ મોલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચોરી
વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારવડોદરા શહેરના વાઘોડિયા ડી માર્ટ મોલમાં છેલ્લા કેટલાક દિવસથી નાની મોટી ચીજ વસ્તુઓની ઘટ થતા સીસીટીવી ફૂટેજ ચકાસણીમાં મહિલા સિક્યુરિટી દ્વારા જ ચોરીની ઘટનાને અંજામ અપાતો હોવાની ચોકાવનારી માહિતી સામે આવી હતી. સિક્યુરિટી સુપરવાઇઝરની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે મહિલા સિક્યુરિટી ગાર્ડ તેના ભાઈ અને પુત્રી વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.વાઘોડિયા ડી માર્ટ માં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જયેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, ડી માર્ટમાં છેલ્લા કેટલાક દિવસોથી નાની મોટી ચીજ વસ્તુઓ ચોરી થવાની ઘટનાઓ ઘટતી હતી. સીસીટીવી કેમેરાની ઝીણવટ ભરી તપાસ કરતા ટ્રાયલ રૂમની બહાર એક મહિલા સિક્યુરિટી ગાળે એક યુવતી તેમજ યુવકને ડી માર્ટમાંથી ખરીદેલી વસ્તુ સાથે ટ્રાયલ રૂમમાં પ્રવેશ આપ્યો હોવાનું નજરે ચડ્યું હતું. જેથી ટ્રાયલ રૂમની બહાર ઉભા રહેતા સિક્યુરિટી સરોજબેન રાજપૂત ( રહે- વાડી ) ઉપર શંકા જતા સઘન પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમણે કબુલાત કરી હતી કે મારો ભાઈ સંજય પરમાર અને મારી દીકરી અનસુયા સામાન ખરીદવા માટે આવ્યા હતા અને તેઓએ બાસ્કેટમાં સામાન ભરી ટ્રાયલ રૂમમાં જઈ પોતાની પાસે રહેલી બેગનું સીલ તોડી તેમાં સામાન ભરી હું એ મેળવેલા ડી માર્ટના સીલ ફરી લગાવી માત્ર નોંધ પૂરતા સામાન ના બિલ બનાવ્યા હતા. તેમની બેગમાંથી ખાણીપીણીની વસ્તુઓ સહિત 5,633 ની કિંમત ધરાવતી 18 આઈટમો મળી આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.