વડોદરા: આજવા સરોવરમા છેલ્લા ત્રણ દિવસથી પાણીની સપાટી 211.95 ફૂટે સ્થિર
વડોદરા, તા. 21 ઓગસ્ટ 2022 શનિવારવડોદરા શહેરના આજવા સરોવરમા છેલ્લા ત્રણ દિવસથી પાણીની સપાટી 211.95 ફૂટે સ્થિર રહી છે. આજવા સરોવરના 62 દરવાજા નું લેવલ 15 મી ઓગસ્ટની રાત્રે 12 વાગે 212 ફૂટ ની સપાટીએ સેટ કરવામાં આવ્યા બાદ ઓવરફ્લો બંધ થયો છે. 15 ઓગસ્ટ બાદ આજવા અને ઉપરવાસમાં વરસાદના કારણે સપાટી ધીમે ધીમે વધીને 211.95 ફૂટે પહોંચી હતી. છેલ્લા ત્રણ દિવસથી આ લેવલ સ્થિર છે. જો હવે સપાટી 211.95થી થોડી વધશે કે તરત જ આજવા સરોવરમાંથી ઓવરફ્લો શરૂ થશે. બીજી બાજુ હવામાન વિભાગે તારીખ 22 થી ફરી વરસાદની આગાહી કરેલી છે, જેમાં આજવા અને ઉપર વાસ વિસ્તારમાં વરસાદ પડે તો ફરી એકવાર 62 દરવાજા ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. સરકારની ગાઈડલાઈન મુજબ આજવા સરોવરમાં 31 ઓગસ્ટ સુધી 212 ફૂટના લેવલ થી વધુ પાણી ભરી શકાશે નહીં. 31 ઓગસ્ટ બાદ આજવામાં 212 ફૂટ થી વધુ પાણી ભરી શકાશે. અત્યાર સુધીમાં આજવા વિસ્તારમાં મોસમનો કુલ વરસાદ 894મિ મી થયો છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.