ટ્રેનરે 'એનિમલ'માં રણબીરના બોડી ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરી:કહ્યું, 'એક્ટરે મહેનત કરવામાં ક્યારેય પાછીપાની નથી કરી, સમયનો ખુબ પાબંદ છે' - At This Time

ટ્રેનરે ‘એનિમલ’માં રણબીરના બોડી ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરી:કહ્યું, ‘એક્ટરે મહેનત કરવામાં ક્યારેય પાછીપાની નથી કરી, સમયનો ખુબ પાબંદ છે’


ફિલ્મ 'એનિમલ' માટે બોડી ટ્રાન્સફોર્મેશન પાછળ રણબીર કપૂરની માનસિકતા શું હતી. આ વાતનો ખુલાસો અભિનેતાના ફિટનેસ ટ્રેનર શિવોહમે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. ટ્રેઈનરે રણબીરની સરખામણી ટ્રેનિંગના ટાઈમિંગને લઈને અમિતાભ બચ્ચન સાથે અને પાત્રની તૈયારીને લઈને આમિર ખાન સાથે કરી છે. રણબીર કપૂર એ બોલિવૂડ સ્ટાર્સમાંથી એક છે જે પાત્ર અનુસાર પોતાને અનુકૂળ કરે છે. અભિનેતાના ફિટનેસ ટ્રેનર શિવોહમે બોમ્બેના 'રિઅલાઈન ધ પોડકાસ્ટ' સાથે વાત કરતા જણાવ્યું કે તેણે કેવી રીતે ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'થી લઈને 'એનિમલ' સુધી પોતાના શરીર પર કામ કર્યું. શિવોહમે કહ્યું- 6 પેક એબ્સ સાથે 'તુ જૂઠી થી મેં મક્કાર'માં રણબીરની ફિટ બોડી જોવા મળી. 'એનિમલ' માટે તેણે એક વર્ષમાં 10-12 કિલો વજન વધાર્યું હતું. તે એક લાંબી પ્રક્રિયા હતી. 'તુ જૂઠી મેં મક્કાર' માટે ઘણી મહેનતની જરૂર હતી, અને 'એનિમલ' એક અલગ વાર્તા હતી. 'એનિમલ' ફિલ્મ સમયે વજન 10-12 કિલો વધારવું તે નિઃશંકપણે લાંબી પ્રક્રિયા હતી. પરંતુ રણબીરે પોતાની મહેનતમાં કોઈ કસર છોડી નથી. ટાઈમિંગની વાત કરીએ તો તે અમિતાભ બચ્ચનની જેમ ખૂબ જ સમયના પાબંદ છે. પાત્રની તૈયારીની વાત કરીએ તો તે બિલકુલ આમિર ખાન જેવો છે, જે પોતાના પાત્ર માટે કોઈપણ હદ સુધી જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.