ફિલ્મ 'કલ્કિ 2898 AD'ની પ્રી-રિલીઝ ઇવેન્ટ યોજાઈ:પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણને સંભાળતો જોવા મળ્યો પ્રભાસ; અમિતાભ બચ્ચન મસ્તીથી ભરપૂર અંદાજમાં જોવા મળ્યા - At This Time

ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ની પ્રી-રિલીઝ ઇવેન્ટ યોજાઈ:પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણને સંભાળતો જોવા મળ્યો પ્રભાસ; અમિતાભ બચ્ચન મસ્તીથી ભરપૂર અંદાજમાં જોવા મળ્યા


આજે મુંબઈમાં ફિલ્મ 'કલ્કિ 2898 AD'ની પ્રી-રિલીઝ ઈવેન્ટ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન અને દીપિકા પાદુકોણ સહિતની આખી સ્ટાર કાસ્ટ હાજરી આપવા માટે પહોંચી હતી. પ્રભાસની એન્ટ્રી થતાં જ મીડિયાએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. બ્લેક આઉટફિટમાં સજ્જ પ્રભાસે સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું. આ ઈવેન્ટમાં 81 વર્ષના અમિતાભ બચ્ચને પણ ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. આ ભવ્ય ઈવેન્ટ મુંબઈના જુહુમાં આવેલી નોવોટેલ હોટેલમાં થઈ રહી છે. ઈવેન્ટની શરૂઆતમાં ફિલ્મને લગતા અલગ-અલગ પ્રમોશનલ વીડિયો બતાવવામાં આવ્યા હતા. સ્ટેજ પર ચઢતી વખતે અમિતાભ બચ્ચને પ્રેગ્નેન્ટ દીપિકા પાદુકોણને ટેકો આપ્યો હતો. જ્યારે દીપિકા સ્ટેજ પરથી નીચે આવી ત્યારે પ્રભાસ અને રાણા દગ્ગુબાતી તેને સંભાળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચનની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ જોવા મળી હતી. જુઓ ઇવેન્ટ સંબંધિત તસવીરો.. દીપિકાએ ઈવેન્ટમાં હાજરી આપતાં પહેલાં એક તસવીર પણ શેર કરી હતી. આ ફિલ્મ 27 જૂને રિલીઝ થશે
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન સ્ટારર ફિલ્મ 'કલ્કિ 2898 AD' 27 જૂને રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અશ્વત્થામાના રોલમાં જોવા મળશે, જ્યારે પ્રભાસ ફિલ્મમાં ભૈરવની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના લોકપ્રિય નિર્દેશક નાગ અશ્વિને કર્યું છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે, જે પૌરાણિક કથાઓને જોડીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.