તકરાર થતા મિત્રએ છાતીમાં છરી મારીને મિત્રની હત્યા કરી
ગાંધીનગર નજીક આવેલા શાહપુરમાંગિફ્ટ સિટીમાં ફનચરનું કામ કરવા માટે રાજસ્થાનથી કારીગરો આવ્યા હતા ઃ પોલીસે આરોપીની શોધખોળ આદરીગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ગિફ્ટ સિટીમાં ફનચરનું કામ કરવા
માટે રાજસ્થાનથી આવેલા કારીગરો વચ્ચે તકરાર થતા એક મિત્રએ બીજા મિત્રની છાતીમાં
છરી હુલાવી દેતા ગંભીર રીતે ઘવાયો હતો અને તેને સારવાર માટે અમદાવાદ સિવિલ
હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. આ ઘટના અંગે ડભોડા પોલીસે
હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૃ કરી છે.ગાંધીનગર નજીક આવેલી ગિફ્ટ સિટીમાં ફનચરનું કામ કરવા માટે
રાજસ્થાનથી કારીગરો આવ્યા હતા. જે શાહપુર ચાર રસ્તા પાસે આવેલી ઓરડીમાં રહેતા હતા
પાંચથી છ જેટલા મિત્રો એક જ રૃમમાં રહેતા હતા. બે મહિના અગાઉ અહીં રહેતા
સુરેન્દ્રસિંહના સગા અને મિત્ર એવો લેખારમ જાટ પણ કામ કરવા માટે આવ્યો હતો. ગઈકાલે
દિવસ પર સતત વરસાદ ચાલતો હોવાથી આ કારીગરો ફનચરનું કામ કરવા માટે ગયા નહોતા અને
દિવસભર રૃમમાં જ હતા સાંજના સમયે નવીન મોરવાડ અને અન્ય મિત્રો રસોઈ બનાવી રહ્યા
હતા તે દરમિયાન સુરેન્દ્રસિંહ અને લેખારામ છાશ લેવા માટે ગામમાં ગયા હતા. રાત્રે
૯થ૩૦ વાગે બંને રૃમ ઉપર પરત કર્યા હતા તે સમયે અચાનક જ લેખારામે છરી વડે સુરેન્દ્રસિંહના
છાતીના ભાગે હુમલો કરી દીધો હતો. જેના પગલે તેને ગંભીર જાઓ પહોંચી હતી અને લેખારામ
ભાગી છુટયો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે સુરેન્દ્રસિંહની તબિયત બગડતા વધુ સારવાર માટે અમદાવાદ
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે બપોરે તેનું મોત થયું હતું. આ ઘટના
અંગે હાલતો ડભોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા લેખારામ જાટની
શોધખોળ શરૃ કરી છે. તેના પકડાયા બાદ જ હત્યાનું સચોટ કારણ બહાર આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.