ભારતીય મજદુર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મજદુર સંધ દ્વારા સર્વ પંથ સમાદર દિવસની નીમીતે બોટાદ ખાતે બેઠક યોજાઇ - At This Time

ભારતીય મજદુર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મજદુર સંધ દ્વારા સર્વ પંથ સમાદર દિવસની નીમીતે બોટાદ ખાતે બેઠક યોજાઇ


ભારતીય મજદુર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મજદુર સંધ દ્વારા સર્વ પંથ સમાદર દિવસની નીમીતે બોટાદ ખાતે બેઠક યોજાઇ

ભારતિય મઝદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લા મઝદુર સંઘ ધ્વારા સર્વ પંથ સમાદર દિવસની ઉજવણી અંતર્ગત જીલ્લા અધ્યક્ષશ્રી રાજુભાઈ ડેરૈયાના અધ્યક્ષ સ્થાને તા.૨૪ માર્ચ-૨૦૨૪ ને રવિવારના રોજ બોટાદખાતે રેલ્વે સ્ટેશન સામે આવેલ યાત્રિક ભુવનના રમણીય પરીસરમાં સમરસતા બેઠક યોજવામાં આવેલ.આ બેઠકમાં મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બોટાદ ગઢડા તાલુકા પ્રચારક સંકેતભાઇ પ્રજાપતી ઉપસ્થિત રહેલ.અને સામાજીક સમરસતા સંબંધીત બાબતોને લઇને ઉદાહરણ સહ પ્રેરક વકતવ્ય આપેલ. તેમજ સમીરભાઇ એચ.જોશી(ગુજરાત પ્રદેશ મંત્રી)ઉપસ્થિત રહેલ.આ બેઠકમાં જિલ્લા કરોબારીના સદસ્યો ઉપરાંત મધ્યાહન ભોજન તથા અસંગઠીત ક્ષેત્રના કુલ-રર કાર્યકર્તા હાજર રહેલ.બેઠકને અનુલક્ષીને જરૂરી વ્યવસ્થા રાહુલભાઇ પીપાવત,આશીશભાઇ ગોંડલીયા ધ્વારા ગોઠવવામાં આવેલ. તેમજ બેઠક પુર્ણ થયે શ્રી રાજુભાઇ ડેરૈયા ધ્વારા બેઠક સમાપન કરતાં ઉપસ્થિત સહુ કાર્યકર્તાઓને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવેલ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.