પટેલ વાડી સામેના ‘ગ્રીન પાલક પંજાબી’માંથી નવ કિલો સોસ – મન્ચુરીયનનો નાશ : PDM રોડની બજારમાં ચેકીંગ
મનપાની ફૂડ શાખા દ્વારા ભાવનગર રોડ પટેલ વાડી સામે આવેલ ‘ગ્રીન પાલક પંજાબી ચાઇનિઝ’ નામની પેઢીમાં તપાસ કરવામાં આવતા વાસી અને અખાદ્ય મન્ચુરીયન તથા સોસનો 9 કિલો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેપારીને યોગ્ય સ્ટોરેજ અને હાઇજેનિક કંડીશન જાળવવા, લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડની ટીમ દ્વારા કોઠારીયા રોલેકસ રોડ પર ધરમ કોમ્પ્લેક્ષમાં આવેલ નંદનવન ડેરીમાંથી પનીર, કોઠારીયા મેઇન રોડ હા.બોર્ડમાં શ્રીનાથજી ડેરીમાંથી મિકસ દૂધ, જામનગર રોડ, ઇશ્ર્વરીયા મંદિર રોડની ખોડીયાર ડેરીમાંથી ગીર માધવ સ્વીટ માવા અને લુઝ દહીંનો નમુનો લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
શહેરના બોલબાલા માર્ગ તથા ગોંડલ રોડ પીડીએમ કોલેજ સામેના વિસ્તારમાં ખાણીપીણીના 38 ધંધાર્થીને ત્યાં ૩૫ નમુનાની સ્થળ પર તપાસ કરી 19 ધંધાર્થીને નોટીસ આપવામાં આવી છે.
જેમાં (1)કિસ્મત ભૂંગળા બટેટા (2)ભૂદેવ નાસ્તા સેન્ટર (3)ક્રિષ્ના ફેન્સી ઢોસા (4)ગુરૂનાનક પ્રોવિઝન સ્ટોર (5)બાપા સિતારામ કોલ્ડ્રિંક્સ (6)જય સિયારામ ફરસાણ (7)સદગુરૂ શીંગ (8)તનિશા પ્રોવિઝન સ્ટોર (9)જે માડી જોકર ગાંઠિયા (10)દિલ્લી વાલે છોલે ભટુરે (11)જય બાલાજી દાળ-પકવાન (12)શ્રીસાંઈ દાળપકવાન (13)શ્રીસાંઈ મદ્રાસ કાફે (14)મારૂતી દાળપકવાન (15)બાલાજી મદ્રાસ કાફ (16)તિરુપતિ મદ્રાસ કાફે (17)જય અંબિકા દાળપકવાન (18)જય અંબિકા મદ્રાસ કાફ (19)શ્રી યદુનંદન વડાપાઉંનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (20)વિશાલ દાળપકવાન (21)ભાગ્યલક્ષ્મી રેસ્ટોરેન્ટ (22)શિવમ પ્રોવિઝન સ્ટોર (23)ક્રિષ્ના જાંબુ સેન્ટર (24)પટેલ બેકરી (25)સીતારામ વિજય ડેરી ફાર્મ (26)ભગવતી રેસ્ટોરેન્ટ (27)શિવમ ડેરી ફાર્મ (28)શ્રી તિરુપતિ ડેરી ફાર્મ (29)બાલાજી ફરસાણ (30)વિવેક આઇસક્રીમ કોલ્ડ્રિંક્સ (31)બાલાજી દાળપકવાન (32)ભવાની દાળપકવાન (33)પટેલ ફરસાણ (34)પટેલ પૂરીશાક (35)રાજમંદિર રેસ્ટોરેન્ટ (36)સંગીતા રેસ્ટોરેન્ટ (37)મહાવીર ફરસાણ (38)કેવલ ફરસાણમાં તપાસ કરાઇ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.