શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ ગલગોટા-ગુલાબના ફુલનો શણગાર એવમ્ દાદાને ધરાવવામાં આવ્યો જામફળ અન્નકૂટ
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તારીખ 23-11-2024ને દાદાને દિવ્ય વાઘા પહેરાવાયા છે, સિંહાસને ગલગોટાના ફુલોનો શણગાર કરાયો છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ કરી હતી એવમ્ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજનકરવામાં આવ્યું હતું આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. દાદાના સિંહાસને 250 કિલો ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તો દાદાને આજે 250 કિલો કચ્છના જામફળનો અન્નકુટ ધરાવાયો છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.