જમ્મુમાં શૌર્ય ચક્ર વિજેતાના ઘર પર આતંકી હુમલો:સેનાના ગોળીબારમાં એક આતંકવાદી ઠાર; એક સૈનિક અને નાગરિક ઘાયલ
સોમવારે (22 જાન્યુઆરી) સવારે, આતંકવાદીઓએ જમ્મુના રાજૌરીના ઘોંડામાં શૌર્ય ચક્ર વિજેતાના ઘર પર હુમલો કર્યો. આ ઘટના સવારે 3.10 કલાકે બની હતી. હુમલાના સમાચાર મળતાની સાથે જ 63 આરઆર આર્મી કેમ્પની ટુકડીએ જવાબી કાર્યવાહી કરી અને એક આતંકીને ઠાર કર્યો. આતંકીની ઓળખ થઈ શકી નથી. શૌર્ય ચક્ર વિજેતાની ઓળખ પરશોત્તમ કુમાર તરીકે થઈ છે. તાજેતરમાં જ તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે. પરષોત્તમ કુમાર વિલેજ ડિફેન્સ ગાર્ડ પણ છે. આતંકવાદી હુમલામાં પરષોત્તમ કુમારના સંબંધી એક સૈનિક ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ
ઘટના બાદ વધુ સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. 16 જુલાઈએ ડોડામાં અને 8 જુલાઈએ કઠુઆમાં આતંકી હુમલામાં 10 જવાનો શહીદ થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.